રણબીર કપૂર સાથે રોમેન્ટિક ફોટો શેર કરીને આલિયાએ લખ્યું- ‘My life’, વાયરલ થયો ફોટો

રણબીર કપૂર (Ranbir Kapoor)ના બર્થડે પર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે (Alia Bhatt) એક રોમેન્ટિક ફોટો શેર કરીને ‘હેપ્પી બર્થડે માય લાઈફ’ એવું લખ્યું છે. આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રણબીર કપૂર (Ranbir Kapoor)ના બર્થડે પર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે (Alia Bhatt) એક રોમેન્ટિક ફોટો શેર કરીને ‘હેપ્પી બર્થડે માય લાઈફ’ એવું લખ્યું છે. આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 • Share this:
  બોલિવુડના ‘રોકસ્ટાર’ રણબીર કપૂરે (Ranbir Kapoor) 28 સપ્ટેમ્બરે પોતાનો 39મો જન્મદિવસ મનાવ્યો. ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન, રણબીરનો જાદૂ એવો છે કે તે, સોશિયલ મીડિયા પર નથી છતાં ચાહકો વચ્ચે છવાયેલો રહે છે. તેના બર્થડે પર ફેન્સ, સેલેબ્સ અને ફેમિલીએ ભરપૂર શુભેચ્છાઓ આપી છે. પરંતુ સૌથી સ્પેશિયલ પોસ્ટ કોઈ હોય તો એ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણાં સમયથી રિલેશનશિપમાં છે અને હાલ આ કપલ જોધપુરમાં છે. એવું કહેવાય છે કે બંને લગ્ન માટે વેન્યુ જોવા માટે આવ્યા છે. તેઓ પ્રાઇવેટ પ્લેનમાં જોધપુર ગયા હતા અને ત્યાં રણબીર કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

  રણબીર કપૂરના બર્થડે પર આલિયાએ સુંદર પોસ્ટ મૂકી છે. આલિયાએ કેપ્શનમાં જે લખ્યું છે, તેને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ફોટોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કેમેરાની તરફ પીઠ દેખાડીને દરિયાકિનારે બેઠાં છે. આલિયાએ રણબીરના ખભાનો સહારો લીધો છે અને બંને ડૂબતા સૂરજને જોઈ રહ્યા છે. એક્ટ્રેસે ફોટો સાથે લખ્યું કે, ‘હેપ્પી બર્થડે માય લાઈફ’.
  આલિયા અને રણબીરનો આ ફોટો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેઓ ફોટો પર એક પછી એક કમેન્ટ કરી રહ્યા છે. આ ફોટોને અત્યારસુધીમાં 23 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. તો અન્ય સેલિબ્રિટીઓએ પણ આ ફોટો પર પ્રેમભર્યા શબ્દો કહ્યા છે.
  View this post on Instagram


  A post shared by (@ranbiraliapage)


  ઉલ્લેખનીય છે કે, આ પહેલો એવો ફોટો છે જેમાં રણબીર અને આલિયા રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ પહેલાં તેમના લગ્નની ફક્ત અટકળ લગાવાઈ રહી હતી પણ હવે ક્લિયર થઈ ગયું છે કે કપલ ટૂંક સમયમાં લગ્ન કરશે. ચાહકો પણ રાહ જોઈ બેઠાં છે કે કયારે તેઓ લગ્નની જાહેરાત કરે.
  ચાહકો પણ રાહ જોઈ બેઠાં છે કે કયારે તેઓ લગ્નની જાહેરાત કરે.
  વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’, ‘શમશેરા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તો આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘ગંગુબાઈ કાઠીયાવાડી’, ‘આરઆરઆર’, ‘ડાર્લિંગ્સ’, ‘તખ્ત’ સહિતની ફિલ્મોમાં જોવા મળશે. ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા અને રણબીર પહેલી વખત સાથે જોવા મળશે.
  Published by:Kaushal Pancholi
  First published: