રણબીર કપૂર કરશે OTT પર એન્ટ્રી! એક્ટરના વિડીયોએ વધારી દીધી હલચલ

રણબીર કપૂર કરશે OTT પર એન્ટ્રી! એક્ટરના વિડીયોએ વધારી દીધી હલચલ
રણબીર કપૂરની (ફાઇલ તસવીર)

તાજેતરમાં જ રણબીર નેટફ્લિક્સના એક વિડીયોમાં દેખાયો છે. જેને લઈને લોકોની નજર હવે તેમના OTT ડેબ્યુ પર છે.

  • Share this:
કોરોના મહામારીને કારણે લોકો પોતાના ઘરોમાં જ રહેવા લાગ્યા છે. લોકો ઘરમાંથી બહાર નીકળવાનું હવે ટાળે છે. સાથે જ બૉલીવુડના ઘણા મોટા પ્રોજેક્ટ્સ અટવાયા છે. જેને લઈને ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે સારા દિવસો આવ્યા છે. મોટા મોટા સ્ટાર્સ પણ હવે OTT પ્લેટફોર્મ્સ પર પદાર્પણ કરવા માટે ઉત્સુક છે. ત્યારે હવે અજય દેવગણ બાદ રણબીર કપૂર પણ OTT પર ડેબ્યુ કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ રણબીર નેટફ્લિક્સના એક વિડીયોમાં દેખાયો છે. જેને લઈને લોકોની નજર હવે તેમના OTT ડેબ્યુ પર છે.

ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સએ પોતાના ઓફિશિયલ સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં રણબીર કપૂર છેલ્લે કહે છે કે See You Soon. જેને લઈને તેમના ફેન્સ ઉત્સાહિત છે.વીડિયોમાં રણબીર કહે છે કે, 'નેટફ્લિક્સ પર એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ, કાર્ટૂન.. એટલે કે ફેમિલી માટે સંપૂર્ણ મનોરંજન. અત્યારે તમે બીઝી છો, તો મળીએ ક્રિકેટ બાદ.'

વિડીયોમાં રણબીર શોટ ઓકે થવાની રાહ જોઈ રહ્યો હોય છે પરંતુ તેમને લાગે છે કે બધા ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત છે. ત્યારે તેઓ જે એનાઉન્સમેન્ટ કરવાના હતા તેને ક્રિકેટ પૂર્ણ થવા સુધી ટાળી દે છે અને છેલ્લે કહે છે See You Soon. બસ આ છેલ્લા ત્રણ શબ્દોથી અંદાજ લગાવી શકાય છે કે રણબીર જલ્દી જ OTT પ્લેટફોર્મ પર આવી શકે છે. જેનું એલાન તેઓ જલ્દી જ કરશે.
View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)
સોશ્યલ મીડિયા પર શેર કરાયેલા આ વિડીયોના કૅપ્શનમાં લખ્યું છે કે, 'તમારું ધ્યાન ખેંચવા રણબીર કપૂરનો બીજો પ્રયત્ન, પરંતુ તમે નથી સાંભળી શક્યા, તો અમે સમજી શકીએ છીએ, જલ્દી મળીશું.'

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે જલ્દી જ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આ ફિલ્મમાં બંનેની જોડી પ્રથમ વખત ફિલ્મમાં નજર આવશે. સાથે જ રણબીર કપૂર શ્રદ્ધા કપૂર સાથે પણ કામ કરવાના છે. જોકે આ ફિલ્મના નામ અંગે હજી ખુલાસો નથી થયો.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ