Home /News /entertainment /

'સંજૂ'નાં ટ્રેલર પર સલમાન ખાને આપેલાં નિવેદન પર રણબીરનો સણસણતો જવાબ

'સંજૂ'નાં ટ્રેલર પર સલમાન ખાને આપેલાં નિવેદન પર રણબીરનો સણસણતો જવાબ

કોઇપણ બાયોપિક ફિલ્મમાં કોઇ જ હિરો જાતે રોલ નથી કરતો. તેનાંથી જે તે કિરદારનો પ્રભાવ પૂર્ણ થઇ જાય છે

કોઇપણ બાયોપિક ફિલ્મમાં કોઇ જ હિરો જાતે રોલ નથી કરતો. તેનાંથી જે તે કિરદારનો પ્રભાવ પૂર્ણ થઇ જાય છે

    મુંબઇ: રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ છવાઇ ગયુ છે જે લોકોએ આ ટ્રેલર જોયુ છે સૌ કોઇ રણબીરનાં વખાણ કરતાં થાકતા નથી. તો સલમાન ખાનને જ્યારે સંજૂનાં ટ્રેલર વિશે પુછવામાં આવ્યું તો તેણે રણબીરની એક્ટિંગ વિશે તો કંઇજ ન કહ્યું પણ એમ જરૂર કહ્યું હતું કે, જો ફિલ્મમાં અંતનાં છેલ્લા દસ વર્ષનો રોલ ખુદ સંજય દત્તે કરવો જોઇતો હતો.

    કદાચ સલમાન ખાનને રણબીરની એક્ટિંગ નહોતી ગમી કે પછી રણબીર કેટરિનાનો એક્સ હોવાને કરાણે તેને તે પસંદ નથી. ભલે કારણ ગમે તે હોય પણ સલમાનનાં નિવેદનમાં તેણે ક્યાંય રણબીરનો ઉલ્લેખ સુદ્ધા નહોતો કર્યો.

    આ વિશે હાલમાં જ્યારે રણબીર કપૂરને આ ઘટના અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'કોઇપણ બાયોપિક ફિલ્મમાં કોઇ જ હિરો જાતે રોલ નથી કરતો. તેનાંથી જે તે કિરદારનો પ્રભાવ પૂર્ણ થઇ જાય છે ભલે મને સંજય દત્તનાં 40 વર્ષનાં અવાતરમાં જુઓ કે પછી 20 વર્ષનાં રોલમાં., જોનારાને લાગવું જોઇએ કે તેમની સામે એક કલાકાર છે જે સંજય દત્તનું કિરદાર નિભાવી રહ્યો છે. તે વાત સાચી કે હું બીજો સંજયદત્ત ન બની શકું'

    Published by:Margi Pandya
    First published:

    Tags: Answer, Ranbir Kapoor, Reaction, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन