ઋષિ કપૂર-નીતુના માર્ગે ચાલશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, લગ્ન પછી ગુરુદ્વારામાં કરશે લંગર!
ઋષિ કપૂર-નીતુના માર્ગે ચાલશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, લગ્ન પછી ગુરુદ્વારામાં કરશે લંગર!
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન પછી ગુરુદ્વારામાં કરશે લંગર
Alia Ranbir Wedding : રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સંપૂર્ણપણે પરંપરાગત પંજાબી લગ્નમાં લગ્ન કરશે. ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂર (Nitu Kapoor)ના લગ્ન થયા ત્યારે પણ પંજાબી રિવાજ પ્રમાણે તેઓએ ગુરુદ્વારામાં લંગર આપ્યું હતું
Alia Ranbir Wedding : રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ના લગ્નની ક્ષણ-ક્ષણ અપડેટ્સ જાણવા ચાહકો બેચેન છે. સમાચાર અનુસાર, લગ્ન 13 અને 15 એપ્રિલના રોજ થવાના છે. આલિયા-રણબીરની જોડીને એકસાથે જોવાની ફેન્સની લાંબા સમયથી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તેમના લગ્ન મુંબઈમાં સંપન્ન થશે. આ વર્ષના સૌથી મોટા લગ્નને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે, રણબીર તેના પિતા દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) અને તેની માતા નીતુ કપૂર (Nitu Kapoor) નો લાડલો છે, આવી સ્થિતિમાં તે પણ તેના માતા-પિતાના પગલે ચાલીને લગ્નની વિધિઓનું પાલન કરશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સંપૂર્ણપણે પરંપરાગત પંજાબી લગ્નમાં લગ્ન કરશે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ સંપન્ન થશે. પંજાબી પરંપરા અનુસાર લગ્ન બાદ ગુરુદ્વારામાં લંગર આપવામાં આવે છે. રણબીર અને આલિયા તેમના લગ્ન પછી જુહુ અને બાંદ્રા વચ્ચે સ્થિત ગુરુદ્વારામાં લંગર આપશે.
ઋષિ કપૂર-નીતુ કપૂરે લગ્ન લંગર આપ્યું હતું
ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન થયા ત્યારે પણ પંજાબી રિવાજ પ્રમાણે તેઓએ ગુરુદ્વારામાં લંગર આપ્યું હતું. સૂત્રોનું માનીએ તો રણબીર અને આલિયા પોતે ત્યાં હાજર રહેશે નહીં. આ દંપતીના નામે પ્રાર્થના સભા યોજાશે અને ભોજન કરાવવામાં આવશે. જો કે બોલિવૂડના આ ફેવરિટ કપલના લગ્ન અને તૈયારીઓને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ દરમિયાન, એવું પણ જાણવા મળ્યું છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ ટીમ સાથે નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો છે. આ મુજબ લગ્ન અંગેનો ફોટો કે વીડિયો લીક થશે નહીં. આ ટીમમાં રણબીર-આલિયાના મેક-અપ આર્ટિસ્ટથી લઈને સ્ટાઈલિશ સામેલ છે. એટલે કે લગ્ન વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવશે નહીં.
ગુરુવારે, તેની માતા નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથેનો એક ફોટો શેર કર્યો, જેના પર ચાહકો તેને લગ્ન માટે અગાઉથી અભિનંદન આપી રહ્યા છે. આ સાથે કેટલાક ચાહકોએ આલિયાની માતા સોની રાઝદાન પાસેથી લગ્નની તારીખ અને લગ્નને લઈને સવાલો પણ પૂછ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર