ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ બોલિવૂડમાં રણબિર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ખૂબ ચર્ચા થઇ રહી છે. 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરનાર આ બન્ને કલાકાર એકબીજા સાથે નજરે પડી રહ્યાં છે. આવામાં રણબિર અને આલિયાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઝી સિને એવોર્ડ્સમાં તેમના રોમેન્ટિક પર્ફોર્મન્સનો છે. આ વીડિયોમાં રણબિર અને આલિયા 'ઇશ્ક વાલા લવ' પર ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. આ ગીત આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'નું છે.
રિલેશનશિપની વાતો વચ્ચે આ પહેલીવાર હતું કે રણબિર અને આલિયાએ કોઇ મંચ પર એક સાથે કોઇ રોમેન્ટિક નંબર પર પર્ફોર્મ કર્યું હોય. જોકે, પર્સનલ લાઇફની વાત કરીએ તો તેઓ એકબીજાના પરિવારની ખૂબ જ નિકટ છે. રણબિરે વર્ષ 2018માં પોતાનો બર્થડે આલિયાની માતા સોની રાજદાન અને તેની માતા નીતુ કપૂર સાથે મનાવ્યો હતો. આ ચારેયની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
આ 'ફેમિલી ફોટો' બાદ મનાઇ રહ્યું હતું કે બન્નેના પરિવારે આ સંબંધને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જે બાદ તેમના લગ્નની પણ ચર્ચાઓ થવા માંડી હતી. જોકે, આલિયા હાલ તેના કરિયર પર ફોક્સ કરવા માગે છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે યોગ્ય સમયે લગ્ન કરશે. હાલ તે કરિયર પર ધ્યાન આપવા માગે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર