ડેનિમ જેકેટ પહેરી રણબીર-આલિયા એકસાથે ક્યાં જઇ રહ્યાં છે?

News18 Gujarati
Updated: January 21, 2019, 10:35 AM IST
ડેનિમ જેકેટ પહેરી રણબીર-આલિયા એકસાથે ક્યાં જઇ રહ્યાં છે?
તાજેતરમાં, અલિયા ભટ્ટ અને રણબીર કપૂર અનેક સાથી કલાકારો સાથે દિલ્હી પહોંચ્યા હતા.

તાજેતરમાં, અલિયા ભટ્ટ અને રણબીર કપૂર અનેક સાથી કલાકારો સાથે દિલ્હી પહોંચ્યા હતા.

  • Share this:
અલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે રહેવાની કોઈ તક નથી છોડી રહ્યા. તેમનું અફેર આજકાલ ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હંમેશા ચર્ચામાં રહ્યાં છે. બંને ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્મસ્ત્ર' માં જોવા મળશે. હાલમાં બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે બંને હવે બાકીની ફિલ્મ શૂટ કરવા માટે રવાના થઇ ચુક્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

રણબીર-અલિયાની તસવીર વાયરલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્મસ્ત્ર' માં જોવા મળશે. સોશિયલ મીડિયા પર રણબીર અને અલિયાની તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. આ તસવીરમાં રણબીર વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક જેકેટમાં જોવા મળે છે, ત્યારબાદ અલિયા ડેનિમ બ્લુ જેકેટમાં જોવા મળી રહી છે. આ તસવીરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
 
View this post on Instagram
 

💕


A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on

વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

તાજેતરમાં, અલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સાથી કલાકારો દિલ્હી આવ્યા હતા. આ સમય દરમિયાન કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિકી કૌશલ, એકતા કપૂર અને વરૂણ ધવન પણ નજર આવ્યાં હતા. આ તમામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બાદ સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઇ હતી.

તાજેતરમાં જ બંને ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. વાત એમ હતી કે 'બ્રાહ્માસ્ત્ર'ના શૂટિગ દરમિયાન આલિયાને ઈજા પહોંચી હતી. જેના કારણે રણબીર તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટર પાસે ગયા પહેલાં બંને એક ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયા હતા.
First published: January 21, 2019, 10:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading