છેલ્લા બે અઠવાડિયાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir Kapoor-Alia Bhatt Wedding) લગ્નને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. બંનેના પરિવાર લગ્ન વિશે વાત કરવા તૈયાર નથી, પરંતુ દરરોજ તેને લગતા અપડેટ્સ ચોક્કસ સામે આવી રહ્યા છે. હવે રણબીર કપૂર-આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શનના સમાચાર છે, જે આજથી શરૂ થશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir Kapoor-Alia Bhatt Wedding) લગ્નને ભલે મુંઝવણ હશે, પરંતુ રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahni), તેના જીજા ભરત સાહની અને ભત્રીજી સમાયરાના આગમનથી ફરી આ વાતના સંકેત મળી ગયા છે કે, તારીખ જાહેર નથી થઈ રહી પરંતુ લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કપૂર અને ભટ્ટ પરિવાર આ લગ્ન પર મૌન સેવી રહ્યા છે, પરંતુ તૈયારીઓ જોઈને ચાહકો સમજી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે રણબીર કપૂર-આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન (Pre Wedding functions of Ranbir Kapoor-Alia Bhatt) આજથી શરૂ થવા જઈ રહ્યા છે અને આ પ્રી-વેડિંગ ફંક્શન 'વાસ્તુ'માં જ યોજાશે.
છેલ્લા બે અઠવાડિયાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. બંનેના પરિવાર લગ્ન વિશે વાત કરવા માટે તૈયાર નથી, પરંતુ દરરોજ તેને લગતા કોઈને કોઈ અપડેટ બહાર આવી રહ્યા છે. હવે રણબીર કપૂર-આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શનના સમાચાર છે, જે આજથી શરૂ થશે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આજથી એટલે કે 13 એપ્રિલે આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ શરૂ થઈ જશે. 13 એપ્રિલે સવારે 11:00 કલાકે ગણેશ પૂજા થશે અને આ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા સાથે થશે. આ પછી બપોરે મહેંદી ફંક્શન પણ થશે.
કોકટેલ પાર્ટીમાં થશે ધમાલ!
ગણેશ પૂજા અને મહેંદી ફંક્શનની સાથે ખાસ મિત્રો માટે કોકટેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ કૃષ્ણ રાજ બંગલામાં યોજાશે, જેના માટે કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. રણબીરે ભલે તેના પ્રેમ વિશે ખુલીને વાત ન કરી હોય, પરંતુ આલિયા તેના પ્રેમનો એકરાર કરવામાં ક્યારેય ખચકાતી નથી. હવે જ્યારે બંને એક થવા જઈ રહ્યા છે ત્યારે રણબીર આ ખાસ અવસર પર આલિયાને એક ખાસ ભેટ સાથે આવકારવા જઈ રહ્યો છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરે આલિયા માટે કસ્ટમ મેડ વેડિંગ બેન્ડ બનાવડાવ્યુ છે, જેમાં 8 હીરા જડેલા છે. આ બેન્ડ વાન ક્લીફ અને આર્પેલ્સ નામની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પાસેથી બનાવવામાં આવ્યું છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર