મુંબઈ : બોલીવૂડના મોસ્ટ ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor & Alia Bhatt Marriage) આજે લગ્નગ્રંથિથી જોડાઇ ગયા છે. કપલના લગ્નની ચર્ચાઓ ચોતરફ થઇ રહી છે. ડેકોરેશનથી માંડીને લગ્નના જમણવારના મેનુ (Wedding Menu) સુધી કપલના પ્રશંસકો દરેક નાની વાત જાણવા માટે આતુર છે. જોકે, કપલે લગ્નની તસવીરોથી માંડીને કોઇપણ વસ્તુ લીક ન થાય તે માટે લોખંડી સુરક્ષા (Security) પણ રાખી છે. ત્યારે રણબીર કપૂર (Ranbir Kapoor)અને આલિયા ભટ્ટના (Alia Bhatt)લગ્નમાં દિલ્હીના એક જાણીતા શેફને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે કપલ અને તેમના મહેમાનોના ફ્લેવરનું ધ્યાન રાખીને વેજની સાથે નોનવેજ ડિશ (Veg & Non-Veg Dishes) પણ તૈયાર કરી રહ્યો છે. મેનુમાં તંદૂરી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેડિંગ મેનૂમાં પનીર ટિક્કા, દાલ મખની જેવી પોપ્યુલર વેજ ડિશ હશે. નોન-વેજ ફૂડના શોખીનોને તંદૂરી વાનગીઓની સાથે ચિકન અને મટનની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે. લગ્નમાં આલિયા અને તેની બહેનપણીઓ માટે અલગથી વીગન બર્ગર સ્ટોલ પણ હશે.
વેજ-નોન વેજ સાથે ફ્યૂઝન ફૂડની વ્યવસ્થા
આલિયા અને તેના મિત્રોને વીગન બર્ગર ખૂબ જ ગમે છે. રણબીરની પસંદગીની વાત કરીએ તો તેને સુશી ખૂબ જ પસંદ છે. લગ્નમાં તેની પણ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઇન્ડિયન ફૂડ ઉપરાંત વેડિંગ મેન્યૂમાં ફ્યુઝન ફૂડની પણ વ્યવસ્થા છે, જેથી મહેમાનગતિમાં કોઈ ખામી ન રહે.
લગ્ન સાથે જોડાયેલો એક રસપ્રદ ખુલાસો થયો છે. વાસ્તવમાં રણબીર કપૂર નથી ઇચ્છતો કે તેની ફિલ્મોના ગીતો લગ્નમાં વગાડવામાં આવે. તે તેમના લગ્નને સરળ અને પ્રાઇવેટ રાખવા માંગે છે. તે લગ્ન સાથે જોડાયેલી પરંપરા પર વિશેષ ધ્યાન આપી રહ્યો છે. તે નથી ઇચ્છતો કે લગ્ન સાથે જોડાયેલી તમામ વિધિઓ અને રીવાજોને હાઇલાઇટ કરવામાં આવે. તે પોતાની પબ્લિક ઇમેજને જાળવી રાખવા માંગે છે.
" isDesktop="true" id="1199191" >
લગ્ન બાદ રણબીર અને આલિયાની પ્રથમ તસવીર સામે આવી
રણબીર અને આલિયાના લગ્નમાં થોડા જ લોકો હાજર રહ્યા હતા. રણબીર અને આલિયાના લગ્નમાં તેમના પરિવારના સભ્યો તેમજ તેમના કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. બંનેના લગ્ન બાદથી જ તેમના પ્રશંસકો તેમની પહેલી તસવીરની રાહ જોઈ રહ્યા હતા, જે હવે સામે આવી છે. લગ્નની પહેલી તસવીરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir kapoor Alia bhatt Wedding first photo) ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર