Ranbir Kapoor-Alia Bhatt Wedding Date : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નની તારીખની લઈ હજુ પણ કન્ફ્યુઝન જ છે, આલિયાના સાવકા ભાઈે કર્યો હવે આવો ખુલાસો.
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) લગ્ન કરી રહ્યા છે. પણ લગ્ન ક્યારે છે? લગ્નની તારીખ શું છે (Ranbir Kapoor-Alia Bhatt Wedding Date)? ચાહકો આ જાણવા આતુર છે. આ ઉત્સાહ વધ્યો છે કારણ કે લગ્નની તારીખને લઈને ઘણી મૂંઝવણ ઊભી થઈ છે. આલિયા અને રણબીરે હજુ સુધી તેના લગ્ન વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. તો, લગ્નની આ તારીખોને લઈને નીતુ કપૂર તરફથી પણ કંઈ બહાર આવ્યું નથી, પરંતુ ભટ્ટ પરિવાર તરફથી લગ્ન વિશેના સમાચાર જોઈને ફેન્સ પરેશાન છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની એક પણ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 13,14,15,16 બોલિવૂડના આ લવબર્ડ્સ ક્યારે લગ્ન કરશે, આ સવાલ હજુ પણ લોકોના મનમાં છે અને તેનું કારણ છે આલિયાનો પરિવાર.
કેવી રીતે મૂંઝવણ વધી
આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટ અને તેના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે આ લગ્નની પુષ્ટિ કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રોબિન ભટ્ટે જણાવ્યું કે 13 તારીખે મહેંદી હશે અને 14 તારીખે લગ્ન કરવામાં આવશે છે. તો, રાહુલ ભટ્ટે કહ્યું કે 13-14ની તારીખ લંબાવવામાં આવી છે અને સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લગ્નની તારીખ લંબાવી
રાહુલે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો એકરાર કર્યો અને કહ્યું, લગ્ન નક્કી છે અને થવાના જ છે. પરંતુ 13-14ની તારીખ આગળ ધપાવવામાં આવ્યા છે તે પણ સત્ય છે. તેમણે કહ્યું કે તારીખો બદલવામાં આવી છે અને ટૂંક સમયમાં મીડિયાની સામે તેની જાહેરાત કરવામાં આવશે.
ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં નીતુ કપૂરે સ્વીકાર્યું કે, રણબીર અને આલિયા બંને એકબીજા માટે બનેલા છે. તેણે કહ્યું કે તે ખૂબ જ મીઠી અને સરસ છોકરી છે. તે ખૂબ જ દયાળુ છે. તેમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા કે ઈર્ષ્યા નથી. તે બધાને ખૂબ માન આપે છે અને રણબીર પણ સારા સ્વભાવનો વ્યક્તિ છે. બંને એકસાથે સારા લાગે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર