Home /News /entertainment /

Ranbir-Alia Marriage : આલિયા ભટ્ટનો બ્રાઈડલ લૂક કેવો હશે? વેડિંગ થીમથી લઈ તમામ વિગતો આવી સામે

Ranbir-Alia Marriage : આલિયા ભટ્ટનો બ્રાઈડલ લૂક કેવો હશે? વેડિંગ થીમથી લઈ તમામ વિગતો આવી સામે

આ લગ્નમાં માત્ર બન્ને પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે (તસવીર સાભાર - ઇંસ્ટાગ્રામ - @aliaabhatt) )

Alia Ranbir Wedding Theme - આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નની થીમ (Alia Ranbir Wedding Theme) થી લઈને લૂક વિશેની માહિતી સામે આવી છે

મુંબઈ : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નની ચર્ચાઓ દિવસેને દિવસે વધી રહી છે. આલિયા હાલમાં જ લગ્નની તૈયારીઓ વચ્ચે ઘરની બહાર નજરે પડી હતી. બીજી તરફ આલિયા અને રણબીર (Alia Ranbir Wedding)ના પ્રશંસક તેમના લગ્નની થીમથી લઈને આઉટફિટ સુધી બધી ડિટેઈલ્સ જાણવા આતુર છે. આલિયા તેના ખાસ દિવસે શું પહેરશે, તેનો મેકઅપ કેવો હશે? તેના લહેંગાનો ડિઝાઇનર કોણ હશે? મનીષ મલ્હોત્રા (Manish Malhotra) કે સબ્યસાચી મુખર્જી (Sabyasachi Mukherjee)? લહેંગાનો રંગ કેવો હશે? શું તે અનુષ્કા, દીપિકા કે કેટરિના કરતાં વધુ સુંદર દુલ્હન બનશે? જેવા અનેક સવાલો આલિયાના પ્રશંસકોના મનમાં ઉઠી રહ્યા છે. જો તમે પણ આ બધા વિશે જાણવા ઉત્સુક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે.

આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નની થીમ (Alia Ranbir Wedding Theme) થી લઈને લૂક વિશેની માહિતી સામે આવી છે. લેટેસ્ટ અપડેટ મુજબ આલિયા ભટ્ટ બી-ટાઉનની અન્ય સુંદરીઓની જેમ સ્ટાર ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો બ્રાઈડલ લહેંગો પહેરવા જઈ રહી છે. એટલે કે આલિયા પણ સબ્યસાચી બ્રાઇડ બનશે. તે તેના લગ્નમાં લાઇટ પિંક કલરનો લહેંગા પહેરશે. જ્યારે પ્રી-વેડિંગ ફંક્શન માટે આલિયાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ ડ્રેસ પસંદ કર્યા છે.

આ પણ વાંચો - લોખંડી સુરક્ષા વચ્ચે થશે રણબીર અને આલિયાના લગ્ન, જાણો કેવું હશે સિક્યોરિટી અરેન્જમેન્ટ

HT ના અહેવાલ મુજબ, આલિયા લગ્ન માટે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલ લહેંગો અને મનીષ મલ્હોત્રાનો કસ્ટમાઇઝ્ડ દુપટ્ટો લેશે. તેણે લગ્નની થીમ અનુસાર તેના લહેંગાનો રંગ પસંદ કર્યો છે. લગ્નની થીમ પણ પેસ્ટલ રાખવામાં આવી છે, તેથી આલિયાએ તેના ખાસ દિવસ માટે પેસ્ટલ પિંક કલરનો લહેંગા પસંદ કર્યો છે.

બીજી તરફ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રણબીર કપૂર શૂટિંગમાં વ્યસ્ત હોવાથી નીતુ કપૂર લગ્નની તૈયારીઓ સંભાળી રહી છે. આરકે સ્ટુડિયોને પણ લગ્ન માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. જ્યાં આલિયા અને રણબીર સાત ફેરા લેવાના છે. પાલી હિલમાં રણબીરના ઘરના બેન્ક્વેટને પણ 8 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે અને કૃષ્ણ રાજ બંગલાને પણ સજાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ લગ્નમાં માત્ર બન્ને પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.
First published:

Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding

આગામી સમાચાર