રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુરમાં શોધી રહ્યા છે વેડિંગ ડેસ્ટિનેશન! PHOTOSમાં સાથે જોવા મળ્યા

આ વખતે સોશિયલ મીડિયામાં રણબીર અને આલિયા (Ranbir Alia Wedding) લગ્ન ને લઈને ચર્ચાઓ થઈ રહી છે, બંન્ને જોધપુરમાં વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યા છે. @ViralBhayani instagram

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) વધુ એક વાર તેમના લગ્નને લઈને ચર્ચાઓમાં આવ્યા છે. આ વખતે સોશિયલ મીડિયામાં રણબીર અને આલિયા (Ranbir Alia Wedding) ને લઈને ચર્ચાઓ થઈ રહી છે, બંન્ને જોધપુરમાં વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યા છે.

 • Share this:
  મુંબઈ: બોલીવુડનું સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ફરી એક વાર તેમના લગ્નને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે સોશિયલ મીડિયામાં રણબીર અને આલિયા (Ranbir Alia Wedding) ને લઈને ચર્ચાઓ થઈ રહી છે, બંન્ને જોધપુરમાં વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બંન્નેની તસવીર વાયરલ થઈ રહી છે.

  પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ' #aliabhatt અને #ranbirkapoor જોધપુરમાં જોવા મળ્યા હતા. એક મજબૂત ચર્ચા છે કે, તેઓ વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યા છે. બંનેના લગ્નના કાર્ડ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ આ બધી માત્ર અફવાઓ હતી. પોસ્ટ અહીં જુઓ.

  alia bhatt
  રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) વધુ એક વાર તેમના લગ્નને લઈને ચર્ચાઓમાં આવ્યા છે.@ViralBhayani instagram


  મહત્વનું છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના બની રહેલા ઘરની મુલાકાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેણે બ્લેક ક્રોપ ટોપ અને ટાઇટ્સ પહેર્યું હતું. આ સાથે, તેણે સફેદ સ્નીકરને પણ મેચ કર્યો. આલિયા ભટ્ટ આ લુકમાં ખૂબ જ સ્માર્ટ અને સુંદર લાગી રહી હતી. આલિયા ભટ્ટ પણ ઘર જોવા માટે રણબીર કપૂરની કારમાં પહોંચી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ તેમણે સમગ્ર ઘરનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી. તે કદાચ બધા રૂમ અને આખું ઘર નજીકથી જોઈ રહી હતી. આ પછી, તે ઉપરના માળે પણ ગઈ અને જોયું કે ઘરમાં કામ સંપૂર્ણપણે ચાલી રહ્યું છે.

  તમને જણાવી દઈએ કે, જ્યારે રણબીર કપૂર (Ranbir Kapoor)તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે આલિયા ભટ્ટ તેની ગેરહાજરીમાં બની રહેલા ઘર પર નજર રાખી રહી છે. માનવામાં આવે છે કે, લગ્ન બાદ આલિયા અને રણબીર કપૂર આ ઘરમાં રહેશે. રણબીર કપૂરે કહ્યું હતું કે, જો કોરોનાનો સમયગાળો ન આવ્યો હોત તો તેણે 2020માં લગ્ન કરી લીધા હોત. જો કે, હવે બંને ક્યારે લગ્ન કરશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે, બંને લગ્ન કરશે અને આવતા વર્ષે લગ્ન કરી શકે છે.
  Published by:kuldipsinh barot
  First published: