રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) મર્યાદિત મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા. આ દરમિયાન બંનેનો એક વીડિયો છવાયેલો છે, જેમાં બંને શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાના 'છૈયા છૈયા' પર ડાન્સ કરતા જોવા મળે છે.
Ranbir Kapoor Alia Bhatt Dance Video: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બી-ટાઉનનું મોસ્ટ અવેઈટેડ વેડિંગ હતા. લગ્ન બાદ આલિયા ભટ્ટ હવે સત્તાવાર રીતે કપૂર પરિવારની વહુ બની ગઈ છે. શ્રીમતી રણબીર કપૂર બન્યા પછી, આલિયાએ સોશિયલ મીડિયા પર તેની ડિસ્પ્લે પિક્ચર પણ બદલી છે અને તેના ડીપી તરીકે રણબીર સાથે તેના લગ્નનો ફોટો બનાવ્યો છે. મર્યાદિત મહેમાનોના લગ્નમાં રણબીર-આલિયાએ સાત ફેરા લીધા. આ દરમિયાન બંનેનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાના સોન્ગ 'છૈયા છૈયા' પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
બંનેની સંગીત સેરેમનીનો આ વીડિયો દરેક જગ્યાએ છવાયેલો છે. વીડિયોમાં આલિયા-રણબીરને સાથે ડાન્સ કરતા જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને બંનેને બેસ્ટ કપલ કહી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો આ વીડિયો એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં બંનેને શાહરૂખ ખાનના 'છૈયા છૈયા' પર ધમાલ કરતા જોઈ શકાય છે.
વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ તેમની જોડીના વખાણ કરી રહ્યા છે. ગુરુવારે બંને લગ્નના તાંતણે બંધાઇ ગયા છે. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, દંપતીએ પરિવાર અને તેમના નજીકના લોકોની હાજરીમાં એકબીજાને પતિ-પત્ની તરીકે પસંદ કર્યા. લગ્ન બાદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે.
સાથે જ તેમના લગ્નના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર છે. અભિનેતાના વાસ્તુમાં (ઘરમાં) આલિયા અને રણબીરે હંમેશા માટે એકબીજાનો હાથ પકડ્યો. લગ્ન સમારોહ પછી બંને બંગલાની બહાર આવ્યા અને ફોટોગ્રાફર્સ માટે એકસાથે પોઝ આપ્યા. આ પછી રણબીર આલિયાને ઉંચકીને ઘરમાં પાછો લઇ ગયો. રણબીરના આ રોમેન્ટિક અંદાજની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર