Home /News /entertainment /

આલિયા જોડિયા બાળકોની માતા બનવાની વાત પર રણબીરે આપી હિન્ટ

આલિયા જોડિયા બાળકોની માતા બનવાની વાત પર રણબીરે આપી હિન્ટ

આલિયા જોડિયા બાળકોની માતા બનવાની વાત પર રણબીરે આપી હિન્ટ

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડનું પોપ્યુલર કપલ પોતાની ફિલ્મો સિવાય માતા-પિતા બનવાના કારણે પણ ચર્ચામાં છે. જ્યારે આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની ખુશખબરી આપી હતી, ત્યારથી તેણે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વધુ જુઓ ...
    આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડનું પોપ્યુલર કપલ પોતાની ફિલ્મો સિવાય માતા-પિતા બનવાના કારણે પણ ચર્ચામાં છે. જ્યારે આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની ખુશખબરી આપી હતી, ત્યારથી તેણે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ કપલને હંમેશાં પોતાના બાળકોને લઈ સવાલોનો સામનો કરવો પડે છે. આ દરમિયાન રણબીરે કંઈક એવું કહી દીધું કે લોકોને લાગ્યું કે આલિયા એક નહીં પરંતુ જોડિયા બાળકોની માતા બનવાની છે. હવે આ સમાચાર પર રણબીરે એક નવું સ્ટેટમેન્ટ આપી બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે.

    ટ્વિંસ પેરેન્ટ્સ બનવાની અફવાઓ પર રણબીરનું રિએક્શન

    રિપોર્ટ્સ પ્રમાણે, રણબીરે દિલ્હીમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કહ્યું, "પ્લીઝ તમે લોકો કન્ટ્રોવર્સી ક્રિએટ ન કરો. તેમણે મને ત્રણ વાતો જણાવવા માટે કહ્યું, જેમાંથી એક ખોટી અને બે સાચી હતી. હવે હું જણાવી નથી શકતો કે શું સાચુ છે અને શું ખોટું છે."

    રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘શમશેરા’ના પ્રમોશનમાં ઘણો વ્યસ્ત છે. 22 જુલાઈએ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ કંપેનિયનને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીર કપૂરને બે સાચી અને એક ખોટી વાત વિશે જણાવ્યું તો આ અફવા ફેલાઈ ગઈ કે આલિયા જોડિયા બાળકોને જન્મ આપવાની છે. એક્ટરનું કહેવું હતું કે, મારા જોડિયા બાળકો છે. હું એક મોટી પૌરાણિક ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છું. હું કામમાંથી લાંબો બ્રેક લઈ રહ્યો છું. આવું કહી રણબીરે સત્યનો અંદાજ લગાવવાનું કામ ફેન્સ પર છોડી દીધું.

    રણબીર કપૂરના નિવેદનનો શું અર્થ છે?

    રણબીર કપૂરના આ સ્ટેટમેન્ટે એક વખત ફરીથી ફેન્સને વિચારમાં મૂકી દીધા છે. જો ધ્યાન આપવામાં આવે તો એક્ટરના ત્રણેય સ્ટેટમેન્ટમાં જોડિયા બાળકોવાળી વાત સત્ય લાગી રહી છે, કેમ કે, રણબીર ‘એનીમલ’ સહિત નવા પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યો છે. આવામાં બ્રેક લેવાનો સવાલ જ ઊભો નથી થતો, તો તે ખોટું છે અને બીજું સત્ય એ છે કે રણબીર પૌરાણિક ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો ભાગ છે, તે બધાને ખબર છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Ranbir Kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन