Home /News /entertainment /Raha Kapoor: દીકરીને વોક પર લઈ નીકળ્યા રણબીર-આલિયા, મમ્મીના ખોળામાં દેખાઈ રાહાની પહેલી ઝલક

Raha Kapoor: દીકરીને વોક પર લઈ નીકળ્યા રણબીર-આલિયા, મમ્મીના ખોળામાં દેખાઈ રાહાની પહેલી ઝલક

રણબીર આલિયાનો લેટેસ્ટ ફોટો વાયરલ

Raha Kapoor First Look: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરની એક ઝલક જોવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક બની જાય છે. આવી સ્થિતિમાં રણબીર આલિયા સાથે રાહાની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Alia Bhatt-Ranbir Kapoor: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) તેમની પુત્રી રાહા કપૂરનું 6 નવેમ્બર, 2022ના રોજ આ દુનિયામાં સ્વાગત કર્યું છે. 6 જાન્યુઆરી, 2023ના રોજ પુત્રીના જન્મને બે મહિના થયા છે, પરંતુ હજુ સુધી ચાહકોને રાહાની એક પણ ઝલક મળી નથી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રણબીર અને આલિયા તેમની પુત્રી સાથે પહેલીવાર ઘરની બહાર આવ્યા હતા. હવે ફરી એક રણબીર અને આલિયા રાહા સાથે નજરે પડ્યા છે. જો કે બંનેએ પોતાની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. આ જ કારણ છે કે અત્યાર સુધી તેની દીકરી રાહા કપૂર (Raha Kapoor)ના ચહેરાની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી નથી.




આ પણ વાંચો :  TMOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થઇ બાઘાની નવી બાવરીની એન્ટ્રી, આ ખૂબસૂરત એક્ટ્રેસ નિભાવશે રોલ

રાહાને વોક પર લઈ નિકળ્યું કપલ


હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સને ખૂબ જ ખુશ કરી દીધા છે. આ ફોટોમાં રાહા કપૂરની ઝલક જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા પેરેન્ટ્સ બનેલા આલિયા ભટ્ટ અને રણબીર દીકરી રાહાને ફરવા લઈ ગયા. સૌથી પહેલા તો તમે પણ આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ હતી.

મમ્મી આલિયાના ખોળામાં જોવા મળી રાહા


આ ફોટોમાં આલિયા ભટ્ટે દીકરી રાહા કપૂરને પોતાના ખોળામાં લીધી છે. જો તમે ફોટોને નજીકથી જોશો, તો તમને રણબીર કપૂર અને આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળશે. ત્રણેયએ કાળા રંગના આઉટફિટ પહેર્યા છે. આ ફોટામાં પણ લોકો રાહાનો ચહેરો જોઈ શક્યા નથી, પરંતુ રાહાની એક ઝલક જોઈને પણ ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દીકરી રાહાના ઉછેરને લઈને ખૂબ જ અલર્ટ છે.

આ પણ વાંચો :  Video : રણબીર કપૂરે યુવતી સાથે હાથ મિલાવતાં જ આલિયા થઇ ઇનસિક્યોર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse)





ઝડપથી વાયરલ થયો ફોટો


આલિયા, રણબીર, પુત્રી રાહા અને શાહીન ભટ્ટની આ તસવીર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. લોકો રાહા ભટ્ટ માટે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ મોકલતા જોવા મળ્યા હતા. કેટલાક યુઝર્સે આલિયા અને રણબીરની નો ફોટો પોલિસી (No Photo Policy) ના વખાણ પણ કર્યા હતા, જ્યારે ઘણા લોકો રાહાનો ચહેરો જોવા માટે ઘણા જ એક્સાઈટેડ છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Ranbir Kapoor, Ranbir Kapoor Movie Secrets

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन