Home /News /entertainment /

આ 4 કારણોએ બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ શકે છે રણબીર-આલિયાની 'બ્રહ્માસ્ત્ર' , આ 2 મોટી ફિલ્મો તો થઇ જ છે ફ્લોપ

આ 4 કારણોએ બોક્સ ઓફિસ પર ફ્લોપ જઇ શકે છે રણબીર-આલિયાની 'બ્રહ્માસ્ત્ર' , આ 2 મોટી ફિલ્મો તો થઇ જ છે ફ્લોપ

શું ફ્લોપ જશે રણબીર-આલિયાની 'બ્રહ્માસ્ત્ર'

Brahmastra Trailer Out: આલિયા ભટ્ટ- રણબીર કપૂરની (Alia Bhatt- Ranbir Kapoor) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ સાથે જ મૂવીનાં ટ્રેલર રિવ્યૂ પણ સામે આવવાં લાગ્યા છે. મોટાભાગનાં લોકોને લાગે છે કે આ ફિલ્મ સુપર ડુપર હિટ થશે. જ્યારે કેટલાંકનું માનવું છે કે, કેટલાંક કારણો છે જે ફિલ્મને ફ્લોપ કરી શકે છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આલિયા ભટ્ટ- રણબવીર (Alia bhatt-Ranbir Kapoor)નીમોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) રિલીઝ થતા જ ફિલ્મ અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મ 9 સ્પટેમ્બરનાં રોજ રિલીઝ થશે. ગત રોજ જેમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું સોશિયલ મીડિયા પર તે છવાઇ ગયુ છે. અમિતાભ બચ્ચનનાં અવાજથી શરૂ થતા આ ટ્રેલરને અત્યાર સુદઈમાં જ 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને મિક્સ રિસ્પોન્સ આપ્યો છે. મોટાભાગનાં લોકોનું માનવું છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ થશે. જ્યારે અમુકનું માનવું છે કે, કેટલાંક કારણો છે જે ફિલ્મને ફ્લોપ કરી શકે છે.

  અયાન મુખર્જીનાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પૂર્ણ થવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો. એવામાં લોકોને આશા છે કે, ફિલ્મ ઘણી ખાસ છે. અને તેમાં ઘણું બધુ જોવા મળશે. ટ્રેલર સામે આવતા જ લોકોમાં ફિલ્મ પ્રત્યેની એક્સાઇટમેન્ટ વધી ગઇ છે. જો આ ફિલ્મ હિટ થશે તો તેની પાછળનાં કારણો શું હોઇ શકે અને જો ફ્લોપ થશે તો તેની પાછળનાં શું કારણ હોઇ શકે તેનાં પર કરીએ એક નજર

  1. ફિલ્મનાં વીએફ એક્સ (VFX) તેને હિટ કરાવી શકે છે. અયાન મુખર્જીએ જે દુનિયા દેખાડવાનો પ્રયાસ કર્યો છે તેને વીએફએક્સથી દર્શકો સામે રજૂ કરવામાં આવશે જે ફિલ્મને એક અલગ લેવલ પર લઇ જાય છે. જે હોલિવૂડની માર્વલ મૂવીઝની જેમ સાબિત થઇ શકે છે.
  2. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલી વખત ઓન સ્ક્રિન સાથે જોવા મળી રહ્યાં છે. આ જોડીએ ફિલ્મની સૌથી મોટી યુએસપી છે. ફિલ્મમાં તેમનાં વચ્ચે ઇન્ટેન્સ લવ પણ જોવા મળી રહ્યો છે. ઇશા કેવી રીતે તેનાં શિવાનો સાથ આપે છે તે જાણવાં લોકો થિએટર સુધી જઇ શકે છે.
  3. નાગાર્જુનન અંગે મેકર્સે મૂવીને સાઉથમાં હિટ કરવાની યોજના બનાવી છે. નાગાર્જુન સાઉથનાં સુપરસ્ટાર છે. તેમને જોવા માટે સિનેમાઘરોમાં દર્શકોની લાઇન લાગી છે. આ એક કારણે એવું માનવામાં આવે છે આ ફઇલ્મ સાઉથમાં પણ કમાલ કરી શકે છે.  આ ચાર કારણે ફ્લોપ થઇ શકે છે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'

  1. 'બ્રહ્માસ્ત્ર' ધાર્મિક બેઝ લઇને બનાવવામાં આવેલી ફિલ્મ છે આ પહેલાં આ બેઝ પર 'રુદ્રાક્ષ' અને 'નક્શા' આવી હતી. જે દર્શકોને પસંદ પડી ન હતી. 'રુદ્રાક્ષ'ની કહાનીમાં સુનીલ શેટ્ટાને રાવણનું રુદ્રાક્ષ મળે છે. એને તેને રાક્ષસી શક્તિ મળે છે. તો સંજય દત્ત વેદ પુરાણમાં મહારથ હાસેલ કરેલો છે અને વગર કોઇ વસ્તુને અડે તે જે તે વસ્તુને હલાવી શકવાની તાકત રાખે છે. સુનીલ શેટ્ટીને હરાવવા સંજય દત્ત સામે આવે છે. તો 'નક્શા' ફિલ્મમાં સની દેઓલ, વિવેક ઓબેરોય, સમીરા રેડ્ડી, જેકી શ્રોફ હતાં. આ પણ મહાભારતનાં કર્ણનાં કવચથી લઇ કાનનાં કુંડળ શોધવાની કહાની હતી. આ બંને મૂવી બોક્સ ઓફિસ પર તદ્દન ફ્લોપ થઇ હતી. આ બંને મૂવીની જે પરિસ્થિતિ જોઇ છે તે કદાચ દર્શક 'બ્રહ્માસ્ત્ર' ની સાથે ન થાય

  2. 'ક્રિશ'ને છોડી દઇએ તો ભારતનાં લોકો સુપરહીરો કોન્સેપ્ટને જલ્દી જ પચાવી ન શક્યા. શાહરૂ ખ ખાનની રા.વન અને ટાઇગર શ્રોફની 'એ ફ્લાઇંગ જાટ' જેવી ફિલ્મો નિષ્ફળ થઇ હતી. રા.વનમાં વીએફએક્સ (VFX)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં મૂવી ન ચાલી.

  આ પણ વાંચો-બે વર્ષ પહેલાં 30 Kg વજન ઉતારીને ચર્ચામાં આવેલો રામ કપૂર ફરી પાછો જાડો થઇ ગયો, જુઓ PHOTOS

  3. બ્રહ્માસ્ત્ર ફિલ્મનાં વિઝ્યુઅલની સરખામણી હોલિવૂડથી કરવામાં આવી રહી છે. એમ જેમ કંગના રનૌટની ફિલ્મ 'ધાકડ'ની કરવામાં આવી રહી હતી. ફિલ્મનાં શું હાલ થયા તે સૌ કોઇને ખબર છે. ખુબજ ખરાબ રીતે આ ફિલ્મ ફ્લોપ થઇ હતી. જો બ્રહ્માસ્ત્રની વિઝુઅલ ટ્રિટમેન્ટ લોકોને પસંદ ન આવી તો ફિલ્મ પિટાઇ શકે છે.

  4. મૌની રોયને વિલનનાં કિરદાર જોઇ અયાન મુખર્જીએ મોટો દાવ રમ્યો છે. જો તે વિલનનાં રોલમાં ફિટ નહીં બેસે તો આ કારણે પણ ફિલ્મ ફ્લોપ થઇ શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Alia Bhatt, Ayan Mukharji, Brahmastra, Mouni-roy, Ranbir Kapoor, અમિતાભ બચ્ચન

  આગામી સમાચાર