નવી દિલ્હીઃ Rana Daggubati Indigo Experience: પ્રખ્યાત એક્ટર રાણા દગ્ગુબાતીએ રવિવારે ઈન્ડિગો પર પોતાની નારાજગી રજૂ કરી છે. હકીકતમાં, તેણએ ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines)ની ખૂબ જ ટીકા કરી છે. જેમાં એરલાઈન્સની સાથે પોતાનો સૌથી ખરાબ અનુભવ વિશે જણાવ્યુ છે. એટલું જ નહીં, તેને લઈને તેણે ટ્વિટ પણ કરી છે. જેમાં એક્ટરે ઈન્ડિગો એરલાઈનનો ક્લાસ લઈ લીધો છે. ચાલો જાણીએ કે એક્ટરની સાથે એવું તો શું થયું જેના કારણે તે એટલો ભડકી ગયો.
જણાવી દઈએ કે, પોતાના ટ્વિટમાં તેણે ઈન્ડિગોની સાથે પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. એક્ટરે ટ્વિટ કરતા લખ્યુ છે કે- ભારતનો અત્યાર સુધીમાં સૌથી ખરાબ એરલાઈનનો અનુભવ એટ-ઈન્ડિગો 6 ઈ!! ફ્લાઈટના સમયની સાથે ક્લૂલેસ... ખોવાયેલા સામાનની હજુ કોઈ જાણ નથી થઈ...સ્ટાફને કોઈ જાણકારી પણ નથી? શું આનાથી ખરાબ કંઈ હોય શકે.
બાહુબલી ફેમ અભિનેતાને કથિત રીતે હૈદરાબાદ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તે પોતાના પરિવાર સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો. જણાવી દઈએ કે તે પોતાના પરિવારના સભ્યો સાથે બેંગલુરુ માટે રવાના થઈ રહ્યા હતાં. દગ્ગુબાતી અને અન્ય લોકોના ચેક-ઇન કર્યા બાદ, તેમને જણાવવામાં આવ્યુ કે અમુક ટેક્નિકલ કારણોસર ફ્લાઈટમાં થોડી વાર લાગશે તેથી બીજા વિમાનમાં સવાર થવા માટે કહેવામાં આવ્યુ.
આગળ દગ્ગુબાતીએ જણાવવામાં આવ્યુ હતું કે સામાન તે જ વિમાનમાં મોકલવામાં આવશે. જોકે, બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા બાદ, એક્ટરને પોતાનો સામાન મળ્યો નહીં. અને જ્યારે તેમણે એરલાઈન્સના કર્મચારીઓ સાથે તપાસ કરી, તો તેને કંઈ જાણ થઈ શકી નહીં. ત્યારબાદ તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર