Home /News /entertainment /

Rana Daggubati: જયારે મોતને માત આપીને પરત ફર્યો 'બાહુબલી'નો 'ભલ્લાલદેવ', થઇ ગઈ હતી આવી હાલત

Rana Daggubati: જયારે મોતને માત આપીને પરત ફર્યો 'બાહુબલી'નો 'ભલ્લાલદેવ', થઇ ગઈ હતી આવી હાલત

રાણા દગ્ગુબાતી જન્મદિવસ

રાણા દગ્ગુબાતી (Rana Daggubati) એ 2010માં પોલિટિકલ થ્રિલર તેલુગુ ફિલ્મ 'લીડર'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. બાહુબલી ફિલ્મ (Bahubali Film) માટે તેણે પોતાનું વજન 100 કિલો કર્યું હતું

    મુંબઈ : બાહુબલી (Bahubali) ફિલ્મમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા (Actor) રાણા દગ્ગુબાતી (Rana Daggubati)નો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ થયો હતો. રાણા સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર (Super Star) છે. જો કે તેણે તેની લાંબી કારકિર્દી (Career)માં ઘણી ભૂમિકાઓ કરી, પરંતુ ચાહકો તેને માત્ર ભલ્લાલદેવ (Bhallaldev) તરીકે જ યાદ કરે છે. રાણા એક્ટર (Actor) હોવા ઉપરાંત એક સારા ફોટોગ્રાફર (Photographer) પણ છે. તેના પિતા ડી સુરેશ બાબુ (D Suresh Babu) તેલુગુ સિનેમાના દિગ્દર્શક (Director) છે.

    રાણા દગ્ગુબાતીએ પોલિટિકલ થ્રિલર તેલુગુ ફિલ્મ 'લીડર'થી ડેબ્યૂ કર્યું

    રાણાએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ઘણી ડોક્યુમેન્ટરી અને જાહેરાત ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. ત્યારબાદ તે હૈદરાબાદ આવ્યો અને પિતાનું પ્રોડક્શન હાઉસ સંભાળવા લાગ્યો. 2010માં તેણે પોલિટિકલ થ્રિલર તેલુગુ ફિલ્મ 'લીડર'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. આ પછી તેણે ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બાહુબલી ફિલ્મથી રાણાએ ઉંચી ઉડાન ભરી.

    બાહુબલી ફિલ્મ માટે તેણે પોતાનું વજન 100 કિલો કર્યું હતું

    બાહુબલીમાં પ્રભાસ લીડ રોલમાં હતો જ્યારે રાણા દગ્ગુબાતી નેગેટિવ કેરેક્ટરમાં હતો. આ ફિલ્મ માટે તેણે પોતાનું વજન 100 કિલો કર્યું હતું. આ માટે તેણે ઘણા કલાકો જીમમાં વિતાવ્યા. રાણાને દિવસમાં 40 ઈંડા ખાવા પડતા હતા. આ સિવાય તેને દર બે કલાકે કંઈક ખાવાનું હતું. રાણાએ પોતાના શરીર માટે ખાસ ટ્રેનર પણ રાખ્યો હતો.

    રાણાએ ઓગસ્ટમાં ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સાત ફેરા લીધા

    રાણાએ તેલુગુ ફિલ્મો સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં 'ધ ગાઝી', 'દમ મારો દમ', 'યે જવાની હૈ દીવાની' અને 'બેબી'નો સમાવેશ થાય છે. રાણા તેના લગ્નને લઈને પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેણે આ વર્ષે ઓગસ્ટમાં ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સાત ફેરા લીધા હતા.

    આ પણ વાંચોRaj Kapoor Birthday: રાજ કપૂર પિતાનો સ્ટુડિયો સાફ કરતા હતા,મહિને પગારમાં મળતો હતો એક રૂપિયો

    રાણા દગ્ગુબાતીએ એક ચેટ શોમાં પોતાની બગડતી તબિયત અંગે ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં થોડા મહિના પહેલા તેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી જેમાં તે ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો હતો. જો કે, તે સમયે રાણાએ તેમની તબિયત બગડતી હોવાનો ઇનકાર કર્યો હતો. રાણા દગ્ગુબાતીએ કહ્યું હતું કે જ્યારે એવું લાગતું હતું કે તેના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે ત્યારે પોઝ બટન આવ્યું. તેની કિડની ફેઈલ થઈ ગઈ હતી. આનાથી તેમને 70 ટકા સ્ટ્રોકનું જોખમ હતું, જ્યારે 30 ટકા જીવનું જોખમ હતું. રાહતની વાત છે કે રાણાએ પોતાની બીમારી પર કાબુ મેળવી લીધો છે અને તે બિલકુલ સ્વસ્થ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन