રાણા ડગ્ગુબતીએ ઇવેન્ટ પ્લાનર મિહિકા બજાજ સાથે સગાઈની જાહેરાત કરી, સામંથાએ કહ્યું- હું મરી ગઈ

News18 Gujarati
Updated: May 12, 2020, 11:26 PM IST
રાણા ડગ્ગુબતીએ ઇવેન્ટ પ્લાનર મિહિકા બજાજ સાથે સગાઈની જાહેરાત કરી, સામંથાએ કહ્યું- હું મરી ગઈ
રાણા ડગ્ગુબતીએ ઇવેન્ટ પ્લાનર મિહિકા બજાજ સાથે સગાઈની જાહેરાત કરી

બાહુબલીમાં ભલ્લાલદેવની મુખ્ય ભૂમિકા નિભાવનાર રાણા ડગ્ગુબતીએ લૉકડાઉનની વચ્ચે બધાને ચોંતાવતા પોતાની સગાઈની જાહેરાત કરી

  • Share this:
હૈદરાબાદ : ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બાહુબલીમાં (Bahubali) ભલ્લાલદેવની મુખ્ય ભૂમિકા નિભાવનાર રાણા ડગ્ગુબતીએ (Rana Daggubati) લૉકડાઉનની વચ્ચે બધાને ચોંતાવતા પોતાની સગાઈની જાહેરાત કરી છે. તે ટૂંક જ સમયમાં મિહીકા બજાજ (Miheeka Bajaj) સાથે લગ્ન કરશે. રાણાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની સગાઈની જાહેરાત કરી છે. રાણાએ પોતાની અને તેની ફિયાન્સી મિહીકા બજાજની એક શાનદાર ફોટા શેયર કરીને લખ્યું કે આખરે તેણે હા પાડી દીધી છે. આપછી ફિલ્મ જગતના ઘણા લોકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ જગતના મોસ્ટ એલિજબલ કુંવારામાંથી એક રાણા ડગ્ગુબતીએ અત્યાર સુધી તેના ફિયાન્સી વચ્ચેના સબંધને છુપાવીને રાખ્યો હતો. હાલમાં તેમણે પોતાની લેડી-લવનું નામ ઉજાગર કર્યું છે. ભલ્લાલદેવ પોતાની ફિલ્મ બાહુબલીના પાત્રમાં એટલો ફેમસ થયા હતા કે, બૉલિવુડ ફિલ્મ ધ ગાજી અટેકમાં તેણે કેકે મેનન હોવા છતા લીડ રોલ આપવામાં આવ્યો હતો. જોકે તેના પછી તેમણે હિન્દી ફિલ્મો નથી બનાવી. તે હવે સાઉથની સિનેમામાં ધ્યાન આપી રહ્યો છે.
 View this post on Instagram
 

And she said Yes :) ❤️#MiheekaBajaj


A post shared by Rana Daggubati (@ranadaggubati) on


રાણાએ તેની સગાઈની જાહેરાત કરતા જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવાવાળાની લાઈન લાગી ગઈ છે. તેમાં સિનેમા જગતના લોકો પણ વધીને તેમને અભિનંદન જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા તેની સાથી અભિનેત્રી સામંથા અક્કિનેનીએ લખ્યુ, મર ગઈ હું તો. જ્યારે અનિલ કપૂરે લખ્યું, બધાઈ હો મારા હૈદરાબાદી બાળક, હું ઘણો ખુશ છુ. બંનેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. જ્યારે તમન્ના ભાટિયા, કિયારા અડવાણીએ કહ્યું અભિનંદન. સુશાંતે લખ્યું, બધાઈ હો ભાઈ.

આઈએએનએસ મુજબ મિહીકા એક ઇવેન્ટ પ્લાનર છે. તે મુંબઈ સ્થિત ડ્યૂ ડ્રૉપ ડિઝાઈન સ્ટૂડિયોની (Dew Drop Design Studio) માલકિન પણ છે. તમને જણાવી દઈએ કે મિહીકા પહેલા રાણાની તૃષ્ણા કૃષ્ણન અને અનુષ્કા શેટ્ટી સાથે અફેરની ચર્ચા રહી હતી.
First published: May 12, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading