HBD Remo D’souza: રમેશ યાદવથી બન્યો રેમો ડિસૂઝા, ક્યારેક ભુખ્યા પેટે રસ્તા પર વિતાવી હતી રાતો

HBD Remo D’souza: રમેશ યાદવથી બન્યો રેમો ડિસૂઝા, ક્યારેક ભુખ્યા પેટે રસ્તા પર વિતાવી હતી રાતો
હેપી બર્થ ડે રેમો ડિસોઝા

રેમોના મુશ્કેલ સમયમાં તેની પત્ની લિજેલે રેમોનો ખૂબ સાથ આપ્યો હતો. ત્યાર બાદ રેમોએ એક ડાન્સ કોમ્પિટિશનમાં જીત મેળવી. ત્યાર બાદ રેમોને આમિર ખાન અને ઉર્મિલા માંતોડકરની ફિલ્મ રંગીલામાં ડાન્સ કરવાની તક મળી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  બોલિવૂડના પ્રખ્યાત ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo D'Souza) આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 2 એપ્રિલ, 1972માં બેંગલુરુમાં થયો હતો, તેમણે ગુજરાતના જામનગર ખાતેથી પોતાનું ભણતર મેળવ્યું હતું. જોકે, તેઓ પોતાના પેશન માટે ભણતર છોડીને મુંબઈ આવી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે ક્યારેય ડાન્સની ટ્રેનિંગ નથી લીધી. તેઓ માઈકલ જેક્સનને પોતાના ડાન્સ ગુરુ માને છે. આજે તેમના જન્મદિવસે અમે તમને રેમો વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું.

કોઈ વ્યક્તિના મનમાં કઈંક કરવાની લગન હોય તો તેને જરૂર મેળવી શકે છે. રેમોના મનમાં આવું જ જૂનૂન હતું. રેમોનું અસલી નામ રમેશ યાદવ છે. તેમણે મુંબઈ આવ્યા બાદ પોતાનું નામ બદલીને રેમો ડિસૂઝા કરી દીધું હતું. તેમણે પોતાનું કરિયર પાટે ચઢાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તેમણે ભૂખ્યા ત્રાહીને ઘણી રાતો રસ્તા પર વીતાવી છે. જોકે, અંતે તેમણે પોતાની મહેનતથી બોલીવુડમાં આગવું સ્થાન બનાવ્યું છે.





તેમણે પોતાના સ્ટ્રગલ પિરિયડ દરમિયાન લિજેલ સાથે લગ્ન કર્યા હતા. રેમોના મુશ્કેલ સમયમાં તેની પત્ની લિજેલે રેમોનો ખૂબ સાથ આપ્યો હતો. ત્યાર બાદ રેમોએ એક ડાન્સ કોમ્પિટિશનમાં જીત મેળવી. ત્યાર બાદ રેમોને આમિર ખાન અને ઉર્મિલા માંતોડકરની ફિલ્મ રંગીલામાં ડાન્સ કરવાની તક મળી. આ પછી તેઓ ડાન્સ કોરિયોગ્રાફર અહેમદ ખાનને આસિસ્ટ કરવા લાગ્યા હતા. તેના એક વર્ષ બાદ રેમોએ સોનૂ નિગમના આલબમ 'દીવાના'ને કોરિયોગ્રાફ કર્યો અને તેઓ બોલીવુડમાં છવાઈ ગયા.



રેમો પાસે એક સમયે ભોજન કરવાના પૈસા નાત, તો આજે તેમની પાસે અખૂટ દોલત છે. તેઓ લગ્ઝરી લાઈફ સ્ટાઇલથી જીવે છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, રેમો પાસે 8 મિલિયન ડોલર એટલે કે 59 કરોડની પ્રોપર્ટી છે.

રેમો ડિસૂઝા ફિલ્મો સાથે જ ટીવી શો પણ કરતા રહે છે. તેમને વર્ષ 2013માં ફિલ્મ "એબીસીડી" ડિરેક્ટ કરી. જેણે બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. એટલું જ નહીં 2015માં આ ફિલ્મની સિક્વલ 'એબીસીડી-2' પણ આવી જેમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને પ્રભુદેવા જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2015માં સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની.
Published by:News18 Gujarati
First published:April 02, 2021, 15:42 pm

ટૉપ ન્યૂઝ