Home /News /entertainment /

Ramesh Deo funeral : રમેશ દેવના અંતિમ દર્શન માટે પહોંચ્યા સેલેબ્સ, હાર્ટ એટેકથી થયું નિધન

Ramesh Deo funeral : રમેશ દેવના અંતિમ દર્શન માટે પહોંચ્યા સેલેબ્સ, હાર્ટ એટેકથી થયું નિધન

હિન્દી અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા રમેશ દેવ અંતિમ વિદાય

Ramesh Deo funeral : રમેશ દેવ (Ramesh Deo) લાંબા સમયથી હૃદયની સમસ્યાથી પીડાતા હતા. તેની બાયપાસ સર્જરી પણ થઈ હતી. તેમના પુત્ર અજિંક્ય દેવે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ બુધવારે તેમનું મૃત્યુ થયું

વધુ જુઓ ...
    Ramesh Deo funeral : હિન્દી અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા રમેશ દેવ (Ramesh Deo) હવે આપણી વચ્ચે નથી. તેમણે બુધવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનની માહિતી બાદ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ અસ્વસ્થ છે. બુધવારે રાત્રે લગભગ 8.30 કલાકે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર (Ramesh Deo funeral) પહેલા મહેશ માંજરેકર (Mahesh Manjrekar), આશુતોષ ગોવારિકર (Ashutosh Gowariker), રઝા મુરાદ (Raza Murad), સુરેશ ઓબેરોય (Suresh Oberoi) સહિત અન્ય ઘણા સેલેબ્સ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા., જ્યાં તેમણે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

    રાજ ઠાકરે અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા

    પીઢ અભિનેતા રમેશ દેવ (Ramesh Deo) લાંબા સમયથી હૃદયની સમસ્યાથી પીડાતા હતા. તેની બાયપાસ સર્જરી પણ થઈ હતી. તેમના પુત્ર અજિંક્ય દેવે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ બુધવારે તેમનું મૃત્યુ થયું હતું. અંતિમ યાત્રા પહેલા તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા, રાજ ઠાકરે (Raj Thackeray) પણ દેવ સાહેબને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

    3 દિવસ પહેલા 93મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો

    રમેશ દેવ Ramesh Deo ના પરિવારના સભ્યો સાથે તેમને વિદાય આપવા આવેલા બોલિવૂડ સેલેબ્સની આંખો પણ ભીની દેખાતી હતી. રમેશે પોતાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણે ત્રણ દિવસ પહેલા જ પોતાનો 93મો જન્મદિવસ ઉજવ્યો હતો.

    અંતિમ સંસ્કારમાં કોરોના પ્રોટોકોલનું ધ્યાન

    કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમના અંતિમ સંસ્કાર Ramesh Deo funeral માં વધારે લોકો સામેલ થયા ન હતા. અંતિમયાત્રામાં તેમનો પરિવાર અને કેટલાક સંબંધીઓ પણ જોડાયા હતા.

    આ પણ વાંચોમિરર સેલ્ફીમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ, હવરગ્લાસ ફીગર જોઇ દિવાના થયા ફેન્સ

    રમેશ દેવે 1955માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

    રમેશ દેવે Ramesh Deo તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 1955માં કરી હતી. તેણે લગભગ 450 ફિલ્મોમાં અભિનય કર્યો. આ સિવાય તેણે ટીવી સિરીઝ, ડોક્યુમેન્ટ્રી અને ઘણી ફીચર ફિલ્મો પણ બનાવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Celebrities, Bollywood Latest News, Bollywood News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन