Home /News /entertainment /Dipika Chikhlia: 'રામાયણ'ની સીતાએ કેમેરા સામે જ બદલી નાંખ્યા કપડા, આ અંદાજ જોઇને લોકો ચોંક્યા
Dipika Chikhlia: 'રામાયણ'ની સીતાએ કેમેરા સામે જ બદલી નાંખ્યા કપડા, આ અંદાજ જોઇને લોકો ચોંક્યા
ફોટો : @dipikachikhliatopiwala
Dipika Chikhlia Video: રામાયણની 'સીતા'નો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં સીતા એટલે કે દીપિકા ચિખલિયાનો (Dipika Chikhlia) નવો અવતાર જોઇને લોકો હક્કા-બક્કા રહી ગયા છે.
Dipika Chikhlia Video Viral: ટીવીના મોસ્ટ પોપ્યુલર શૉ રામાયણની એક્ટ્રેસે પોતાના નવા અવતારથી નેટીઝન્સને ચોંકાવી દીધા છે. રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા (Dipika Chikhlia)એ કેમેરા સામે કપડા બદલતા પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
દીપિકા (Dipika Chikhlia Tv Shows)ના નવા અવતારનો વીડિયો જોઇને લોકો હક્કા-બક્કા રહી ગયા છે. દીપિકા કેમેરા સામે કપડા બદલવાના કારણે ટ્રોલિંગનો પણ શિકાર થઇ ગઇ છે.
રામાયણ શૉમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા (Dipika Chikhlia Ltest Video) લેટેસ્ટ વીડિયોની શરૂઆતમાં વ્હાઇટ કલરની ટી-શર્ટ અને બ્લૂ ટ્રેકમાં જોવા મળી રહી છે. સાથે જ એક્ટ્રેસનો લુક એકદમ સિમ્પલ છે. તેવામાં આંખના પલકારે જ એક્ટ્રેસનો લુક બદલાઇ જાય છે અને દીપિકા (Dipika Chikhlia Instagram video) તે બાદ પ્રિંટેડ શર્ટ અને પાયજામા વાળા ડ્રેસમાં જોવા મળે છે. દીપિકાનો ગ્લેમ અંદાજ જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે.
રામાયણની 'સીતા' સોશિયલ મીડિયા પર થાય છે ટ્રોલ
રામાયણમાં 'સીતા'નું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા (Dipika Chikhlia Instagram) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપિકા ચિખલિયાને તેના લેટેસ્ટ વીડિયો માટે ઇન્ટરનેટ પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.
દીપિકા ચિખલિયા (Dipika Chikhlia Ramayan)ને કેટલાંક લોકો આજે પણ રામાયણની સીતા માને છે, જેના કારણે સોશિયલ મીડિયાના જમાનામાં પણ તેને ખૂબ જ ટ્રોલ થવું પડે છે. એક યુઝરે કોમેન્ટ કરી, તમે રામાયણમાંથી સારી શીખામણ આપતી ક્લિપ પણ પોસ્ટ કરો, તેવામાં અન્ય એક યુઝરે લખ્યું, રામજીના બર્થ ડેમાં જઇ રહ્યાં છો કે શું?
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર