Home /News /entertainment /'સીતા માતા'ના નવા અવતાર પર ભડક્યા લોકો, શેર કર્યો એવો વીડિયો કે યુઝર્સે ઝાટકી નાંખી
'સીતા માતા'ના નવા અવતાર પર ભડક્યા લોકો, શેર કર્યો એવો વીડિયો કે યુઝર્સે ઝાટકી નાંખી
ફોટો : @dipikachikhliatopiwala
Deepika Chikhalia Latest Video : દીપિકા ચિખલિયા 1987માં ટેલીકાસ્ટ થયેલી સીરિયલ 'રામાયણ'માં માતા સીતાની ભૂમિકા ભજવીને ઘર ઘરમાં ફેમસ બની ગઇ છે. લોકો આજે પણ તેને સીતા માતા તરીકે જ યાદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ તે આ કેરેક્ટરથી વિપરિત કંઇક કરે છે તો તે ટ્રોલ થઇ જાય છે.
રામાનંદન સાગરના પૌરાણિક શૉ 'રામાયણ'માં માતા સીતાનો રોલ કરી ચુકેલી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે તે ઇન્ટરનેટ યુઝર્સના નિશાને આવી ગઇ છે. તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં ઘણા લોકો તેને માતા સીતના રોલની યાદ અપાવી રહ્યાં છે અને સલાહ આપી રહ્યાં છે કે આવી હરકત તેમણે ફરી ન કરવી જોઇએ.
આખરે આ વીડિયોમાં શું છે?
વીડિયો ખુદ દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાનું ક્વીક ટ્રાન્સફોર્મેશન બતાવી રહી છે. દીપિકા પહેલા ઘરના કપડાંમાં જોવા મળી રહી છે અને તેણે સેન્ડલ પોતાના હાથમાં પહેર્યા છે. તે બાદ તરત જ તે ગ્રીન કલરના ગાઉનમાં તે જ સેન્ડલ પગમાં પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે એકદમ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે. દીપિકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'ચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મેશન'
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવતાની સાથે જ લોકો તેની મજા લઇ રહ્યાં છે. એક યુઝરે લખ્યું, કળિયુગની સીતા. અન્ય એક યુઝરે લખ્યું, માતા સીતા, આ તમે શું કહી રહ્યાં છો?.
એક યુઝરે કમેન્ટ કરી કે, નહીં, કૃપા કરો આને હટાવીને મા. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, તમને બધા સીતા માતાના રૂપમાં જુએ છે. પ્લીઝ ક્યારેય આવી ખોટી પોસ્ટ ન કરતા. અન્ય એક યુઝરની કમેન્ટ છે કે, તમને આ બધુ શોભા નથી આપતુ. તેવામાં એક યુઝરે એવું લખ્યું કે, તમારી દરેક ઘરમાં પૂજા થાય છે સીતા માતા, પછી આવો અવતાર શા માટે?
હાલમાં જ દીપિકા ઘણી ચર્ચામાં હતી જ્યારે તેણે પ્રભાસ સ્ટારર ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' પરના વિવાદ પર રિએક્શન આપ્યું હતું. દીપિકાના કહેવા પ્રમાણે, તેને નથી લાગતું કે રામાયણની વાર્તામાં VFXનો સમાવેશ કરવો જોઈએ. દીપિકાનું નિવેદન હતું, "મેં આદિપુરુષનું ટીઝર જોયું છે અને મને લાગે છે કે રામાયણની એક વાર્તા છે, જે સત્યની વાર્તા છે અને સાત્વિકતાની વાર્તા છે. હું રામાયણ સાથે VFXની તરફેણમાં નથી. આ મારો અંગત અભિપ્રાય. છે."
દીપિકા છેલ્લે 'બાલા'માં જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે આયુષ્માન ખુરાના સ્ટારર 'બાલા' માં જોવા મળી હતી, જે 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણે યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર