Ramayanની સીતાએ પોતાની સુપરહિટ ફિલ્મનું ગીત કર્યું શેર, શૂટિંગ પુરુ થતા જ હીરોનું થયુ હતું મોત

  • Share this:
    મુંબઇ : ટીવી પર 33 વર્ષ પછી ફરીથી પ્રસારિત થનારી ટીવી સિરિયલ રામાયણમાં (Ramayan) સીતાની (Sita) ભૂમિકા કરનારી અભિનેત્રી દિપીકા ચિખલિયા હાલ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તેઓ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આજે પણ દિપીકાએ પોતાની સુપર હિટ ફિલ્મનું એક ગીત ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું છે. તેમની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. પરંતુ આ ફિલ્મ સાથે એક દુખદ વાત પણ જોડાયેલી છે. શૂટિંગ પુરૂં થયા બાદ આ ફિલ્મનાં હીરોનું અકસ્માતમાં મૃત્યું નીપજ્યું હતું.

    દીપિકાની આ સુપરહિટ ફિલ્મ કન્નડ ભાષાની છે. જેમાં તેઓ કન્નડ ફિલ્મનાં હીરો શંકર નાગની સાથે દેખાય છે. દીપિકાએ આ ગીતને શેર કરતા લખ્યું કે, 'આ ગીત મારી ફિલ્મ હોસા જીવનનું છે. આ ફિલ્મનાં છેલ્લા શિડ્યુલને પુરૂં કર્યા બાદ મારા કો-સ્ટારનો અકસ્માત થયો હતો. અને તેઓ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યાં હતાં. આ ઘટના પછી હું ઘણી ગભરાઇ ગઇ હતી. મને આ શોકમાંથી બહાર આવતા ઘણો સમય લાગ્યો હતો. આ ફિલ્મ ઘણી જ સુપર હિટ થઇ હતી પરંતુ આનાથી નુકસાન ઘણું મોટું હતું. મારા કો એક્ટર શંકર નાગ...'




    શંકર નાગ કન્નડ ફિલ્મોનાં મોટા હીરો હતા. શંકર નાગે જ ટીવીનાં પ્રખ્યાત શો માલગુડી ડેઝનું ડાયરેક્શન પણ કર્યું હતું. તેમણે આ સિરિયલમાં એક્ટિંગ પણ કરી હતી. શંકરનું નિધન કાર અકસ્માકમાં 30 સપ્ટેમ્બર 1990નાં થયું હતું.








    View this post on Instagram





    Gratitude #love #ramayan#story#sagarworld#gratitude #humbled ❤️


    A post shared by Dipika (@dipikachikhliatopiwala) on













    View this post on Instagram






    A post shared by Dipika (@dipikachikhliatopiwala) on






    આ પણ વાંચો - જાણો કોણ છે રાણા દુગ્ગુબાતીની સુંદર ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ? સોનમ કપૂરથી છે ખાસ કનેક્શન

    દીપિકા ચિખલિયાની વાત કરીએ તો પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. દીપિકાએ જણાવ્યું કે, રામાયણ સીરિયલ માટે મેં જ્યારે કામ કરવાનું શરૂ કર્યું તો મારી ઉંમર ખાલી સડા 15 વર્ષની હતી. અને તે સમયે અમારામાંથી કોઇને પણ તે વાતનો બિલકુલ પણ ખ્યાલ નહતો કે અમે નવો ઇતિહાસ બનાવવા જઇ રહ્યા છે.

    આ પણ જુઓ - 

     
    Published by:Kaushal Pancholi
    First published: