રામાયણનાં 'રાવણ'ના નિધનની સોશિયલ મીડિયામાં ફરી રહી છે ખબરો, પરિવારે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: May 4, 2020, 11:35 AM IST
રામાયણનાં 'રાવણ'ના નિધનની સોશિયલ મીડિયામાં ફરી રહી છે ખબરો, પરિવારે કર્યો ખુલાસો
સોશિયલ મીડિયામાં વાયરલ અફવાઓને કારણે કૌસ્તુભ ત્રિવેદીએ ટ્વિટર પર ટ્વિટ કરવું પડ્યું.

સોશિયલ મીડિયામાં વાયરલ અફવાઓને કારણે કૌસ્તુભ ત્રિવેદીએ ટ્વિટર પર ટ્વિટ કરવું પડ્યું.

  • Share this:
મુંબઇ: લૉકડાઉન (Lockdown) દરમિયાન દૂરદર્શન (Doordarshan) પર રામાનંદ સાગરની રામાયણ (Ramayan) સિરિયલ રીટેલિકાસ્ટ થઇ હતી. જેનો ગત શનિવારે છેલ્લો એપિસોડ હતો. પરંતુ આ સિરિયલ ફરીથી લોકોપ્રિય થઇ ગઇ છે કે તેની ચર્ચાઓ હજુ ચાલે છે. રામાયણમાં રાવણનું (Ravan) પાત્ર નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) અંગે સોશિયલ મીડિયામાં તેમના સ્વાસ્થ્ય અંગે ઘણી જ અફવાઓ ચાલી રહી હતી. જેથી તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ખુલાસો કરવો પડ્યો કે, અરવિંદ ત્રિવેદીનું સ્વાસ્થ્ય સારું છે, અફવાઓ ન ફેલાવો.

સોશિયલ મીડિયામાં વાયરલ અફવાઓને કારણે કૌસ્તુભ ત્રિવેદીએ ટ્વિટર પર ટ્વિટ કરવું પડ્યું. જેમા તેમણે કહ્યું કે, તમામ વ્હાલા લોકો, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ પૂરી રીતે સારા અને સલામત છે. તમને વિનંતી છે કે તેમના ખોટા સમાચાર ના ફેલાવો. મહેરબાની કરીને તેમના સકુશળ હોવાની વાત ફેલાવો. આભાર.

આ પણ વાંચો -  રામાયણનાં 'રામ'ને એક વ્યક્તિએ પૂછ્યું, 'પ્રભુ, કોરોનાથી પીછો ક્યારે છૂટશે?', મળ્યો મજેદાર જવાબ

થોડા દિવસ પહેલા પણ અરવિંદ ત્રિવેદીનો એક વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. જેમા દેખાઇ રહ્યું હતું કે, તેઓ સીરિયલનું રિપીટ ટેલિકાસ્ટ જોઇ રહ્યા છે. 82 વર્ષના અરવિંદ ત્રિવેદી ભાવુક થઇ ગયા. સીતા હરણનો સીન જોતા જોતાં તેમણે હાથ પણ જોડ્યા હતા. પોતાના ઘરે બેસીની રામયણ જોતા અરવિંદ ત્રિવેદી સીતાના અપહરણનો સીન જોઇને ભાવુક થઇ ગયા હતા. રાવણ સીતાને ઉંચકીને પોતાના વાહન બેસાડ્યા અને આ સીન જોતા જ તેઓ ભાવુક થઇને લોકોની માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે, અરવિંદ ત્રિવેદી પોતે રામભક્ત છે.

આ પણ જુઓ -  
First published: May 4, 2020, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading