રામાયણનાં 'રામ'ને એક વ્યક્તિએ પૂછ્યું, 'પ્રભુ, કોરોનાથી પીછો ક્યારે છૂટશે?', મળ્યો મજેદાર જવાબ

રામાયણનાં 'રામ'ને એક વ્યક્તિએ પૂછ્યું, 'પ્રભુ, કોરોનાથી પીછો ક્યારે છૂટશે?', મળ્યો મજેદાર જવાબ
શનિવારે એટલે ગઇકાલે રામાયણનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો.

શનિવારે એટલે ગઇકાલે રામાયણનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો.

 • Share this:
  મુંબઇ : દૂરદર્શન પર લૉકડાઉન દરમિયાન દર્શકો માટે રામાનંદ સાગરનું રામાયણ (Ramayan) ફરીથી પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ શોને ફરીથી લોકોનો એટલો જ પ્રેમ અને ઉત્સાહ મળ્યો હતો. શનિવારે એટલે ગઇકાલે રામાયણનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. રામાયણ ફરીથી પ્રસારિત થતા સોશિયલ મીડિયામાં આ સિરીયલ અને તેના કલાકારો ઘણાં જ લોકચાહના મેળવી રહ્યાં છે. લોકોને આ સિરિયલનાં સ્ટાર્સ અંગે જાણવામાં ઘણો જ રસ છે. આ સિરિયલની પ્રસિદ્ધિ બાદ અરૂણ ગોહિલે (Arun Govil) ટ્વિટર પર #AskArun દ્વારા લોકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં એક વ્યક્તિએ એવો પણ સવાલ કર્યો કે, પ્રભુ આ કોરોના ક્યારે જશે?

  થોડા સમયથી રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોહિલે લોકો સાથે સીધો સંવાદ કરવા માટે ટ્વિટર પર #AskArun દ્વારા લોકોનાં પ્રશ્નોનાં જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન અનેક વ્યક્તિઓએ અજીબ સવાલ અને અરૂણ ગોહિલે બધાને જવાબ પણ આપ્યાં છે. એક વ્યક્તિએ તો એવું જ પૂછી લીધું કે, કોરોના વાયરસથી ક્યારે પીછો છૂટશે પ્રભુ. ફેનનાં આવા સવાલનાં જવાબમાં અરૂણે કહ્યું કે, બધાનાં પ્રયાસોથી થોડા જ સમયમાં કોરોનાથી પીછો છૂટશે.

  શનિવારે એટલે ગઇકાલે રામાયણનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. શો સમાપ્ત થતાની સાથે ટ્વિટર પર #Ramayana, #UttarRamayanfinale સહિત અનેક ટ્રેન્ડ શરૂ થઇ ગયા હતા. અનેક જણ એવું પણ કહેતા હતા કે, અફસોસ રામાયણનો બીજો ભાગ નથી બન્યો.  રામાનંદ સાગર દ્વારા નિર્મિત ઐતિહાસિક સિરીયલ રામાયણ રિ-ટેલિકાસ્ટ થયા ઉપરાંત અનેક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. આ શોને રેકોર્ડબ્રેક ટીઆરપી મળી રહી છે. જેને લઇને એક નવી માહિતી સામે આવી છે. રામાયણનો 16 એપ્રિલનો એપિસોડ દુનિયાભરમાં 7.7 કરોડ લોકોએ નિહાળ્યો હતો. આ આંકડા સાથે જ આ શો એક દિવસમાં દુનિયાભરમાં સૌથી વધારે જોવાતો શો બની ગયો હતો.

  આ પણ જુઓ : 
  Published by:News18 Gujarati
  First published:May 03, 2020, 12:08 pm

  ટૉપ ન્યૂઝ