રામાયણનાં આ સીન પછી કલાકો રડી હતી 'કૈકયી', જાતે સંભળાવ્યો કિસ્સો

જો કે રામાનંદ સાગર પણ પોતાની જીદના પાક્કા હતા. તેમણે નક્કી કરી લીધુ હતું કે રામાયણ બનાવશે. રામાયણ માટે ફંડ ભેગા કરવા તેમણે 1986માં સૌથી પહેલા વિક્રમ વેતાળ નામનો શો શરૂ કર્યો. જે ખૂબ જ હિટ ગયો અને તેના કારણે રામાનંદ સાગરને રામાયણ માટે ફાઇનેંસર્સ મળવાના શરૂ થયા.

પદ્મા ખન્નાની વાત કરીએ તો તે હાલ અભિનય અને લાઇમ લાઇટથી દૂર છે.

 • Share this:
  મુંબઇ : હાલ કોરોના વાયરસને (coronavirus) કારણે લૉકડાઉનમાં (lockdown) દૂરદર્શન (Doordarshan) પોતાના દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને જૂના દિવસો પાછા લઇ આવ્યું છે. દૂરદર્શનનાં ઘણાં જ લોકપ્રિય શો ફરી આવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ પ્રેક્ષકોને રામાનંદ સાગરનું રામાયણ ગમી રહ્યું છે. આ શોની ટીઆરપી આ સપ્તાહ ટોચ પર હતી. જ્યારે સોશિયલ મીડિયામાં પણ આ શો અંગે ઘણી જ વાતો થઇ રહી છે. આ શો અંગે જોડાયેલા કિસ્સાઓ પણ ઘણાં જ ચર્ચામાં છે. તો આજે આપણે પણ આવા જ એક કિસ્સાની વાત કરવાનાં છે જે બાદ કૈકયીની ભૂમિકા કરી રહેલી પદ્મા ખન્ના કેટલાય કલાકો સુધી રડ્યા હતાં. બીજીબાજુ આ સીન પછી રામાનંદ સાગર પણ પોતાના આંસુ રોકી ન હતા શક્યા.

  ટાઇમ્સની એક રિપોર્ટનું માનીએ તો, કેટલાક વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં પદ્મા ખન્નાએ આ લાત કરી હતી. તેમણે જણવ્યું હતું કે, રામાયણનો કોપભુવનના સીન માટે ઘણી જ પ્રેક્ટિસ કરી હતી. તે માટેની બધી તૈયારીઓ પણ કરવામાં આવી હતી. બધાને ખબર હતી કે, આ ઘણો જ ઇમોશ્નલ સીન છે. પરંતુ કોઇને અંદાજો ન હતો કે આ સીન પછી પદ્માની શું હાલત થશે.

  આ સીનમાં એવું થાય છે કે, રાજા દશરથથી કૈકયી ઘણી જ ગુસ્સે ભરાય છે અને કોપભવનમાં જતી રહે છે. આ ઘણો સીન ઘણો જ ઇમોશ્નલ હતો અને તે માટે ખરેખરની ભાવુકતાની જરૂર હતી. પદ્મા એટલી બેહતરીન એક્ટ્રેસ હતી કે તેમને સીન શરૂ થતાની સાથે જ તેમા જાન નાંખી દીધી. આ સીન પુરા થયા બાદ પદ્મા કલાકો રડતી રહી. જોકે, બીજી બાજુ રામાનંદ સાગર પણ આ સીન બાદ ઘણાં જ ભાવુક થયા હતાં.

  આ પણ વાંચો -  33 વર્ષ પછી પણ રામાયણને મળી રહ્યો છે તે જ પ્રેમ, TRP રિપોર્ટે જણાવી હકીકત

  પદ્મા ખન્નાની વાત કરીએ તો તે હાલ અભિનય અને લાઇમ લાઇટથી દૂર છે. રામાયણ હિટ થયા બાદ તેમણે મોટા પડદા પર પણ કામ કર્યું પરંતુ તેમનું કેરિયર ખાસ ચાલ્યું નહીં. આજે પદ્મા એક ડાન્સ એકેડમી ચલાવે છે.

  આ વીડિયો પણ જુઓ - 
  Published by:Kaushal Pancholi
  First published: