રામાયણ-મહાભારત પછી ફરીથી રિલીઝ થશે 'શ્રી ગણેશ', જાણો ક્યાં અને ક્યારે

. હાલમાં જ અન્ય એક ધાર્મિક શો ફરીથી દર્શકો માટે શરૂ કરવાની જાહેરાત કરી છે.

. હાલમાં જ અન્ય એક ધાર્મિક શો ફરીથી દર્શકો માટે શરૂ કરવાની જાહેરાત કરી છે.

 • Share this:
  મુંબઇ : અત્યારે ટીવી ચેનલો પોતાની જૂની લોકપ્રિય સિરિયલો બતાવી રહી છે અને દર્શકોને તે ફરીથી જોવી પણ ગમે છે. દર્શકોને લૉકડાઉનમાં સાસુ વહુની સિરિયલો કરતા ધાર્મિક શોઝ વધારે ગમે છે. લૉકડાઉનમાં જૂની સિરિયલ રામાયણ (Ramayan) અને મહાભારતને (Mahabharat) ઘણી જ ચાહના મળી છે. આ સાથે એનેક ટીવી ચેનલો પર અનેક ધાર્મિક શોઝ આવી રહ્યાં છે. હાલમાં જ અન્ય એક ધાર્મિક શો ફરીથી દર્શકો માટે શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શો અન્ય કોઇ નહીં પરંતુ એક સમેય સુપર હિટ ગયેલો શો 'શ્રી ગણેશ' (Shri Ganesh) છે.

  દૂરદર્શન પર રામા.ણ, મહાભારતની વાપસીએતો ધમાલ મચાવી દીધી હતી. લોકો બધું કામ છોડીને આ બંન્ને સિરિયલો જોવા બેસી જતા હતાં. આ ટ્રેન્ડને જોતા મેકર્સે પોતાના વિવિધ ધાર્મિક શોઝ પણ શરૂ કરી દીધા છે. હવે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2000માં સોની ટિવી પર પ્રસારિત શ્રી ગણેશ ફરીથી દર્શકો માટે શરૂ કરવામાં આવશે. જોકે હવે આ શો સ્ટાર પ્લસ પર બતાવવામાં આવશે. ચેનલ પર આની જાહેરાત પણ થઇ ગઇ છે.
  આ પણ વાંચો - તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત

  સ્ટાર પ્લસે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શ્રી ગણેશનો પ્રોમો શેર કરી દીધો છે. જણાવીએ કે, આ શો અત્યારે ટેલિકાસ્ટ થતા 'રાધાક્રિશ્ન' ની જગ્યા લેશે. સ્ટાર પ્લસ પર સાંજે 6.30 કલાકે 'રાધાક્રિશ્ન' બતાવાવમાં આવે છે. તેની જગ્યાએ હવે આ સિરિયલ શ્રી ગણેશ બતાવવામાં આવશે. શ્રી ગણેશ સિરિયલનાં નિર્માતા જૂબી કોચર છે અને તેનું નિર્દેશન ધીરજ કુમારે કર્યું છે.

  આ પણ જુઓ - 
  Published by:Kaushal Pancholi
  First published: