રામાયણનાં 'લક્ષ્મણ'નો દીકરો છે એકદમ હેન્ડસમ, તમે જોઇ તેની તસવીર?

રામાયણનો 'લક્ષ્મણ' એટલે રિયલ લાઇફમાં સુનીલ લહરી

કૃષ પોતાના પિતાની જેમ જ એક્ટિંગનો દીવાનો છે.

 • Share this:
  મુંબઈ : જ્યારથી દૂરદર્શન પર 'રામાયણ' (Ramayan) સિરીયલનું રી ટેલિકાસ્ટ થયું છે ત્યારથી રામાનંદ સાગરનાં આ ધાર્મિક શોએ ટીવીથી સોશિયલ મીડિયામાં બધે જ કબ્જો કરી દીધો છે. દરેક લોકોને રામાયણ સાથે જોડાયેલા કિસ્સા અને વાતોમાં રસ છે. આ દરમિયાન રામાયણનાં 'લક્ષ્મણ' (Laxman) એટલે રિયલ લાઇફમાં સુનીલ લહરીનો દીકરો (Sunil Lahri Son) કૃષ પાઠક અંગે પણ ઘણી જ ચર્ચા થઇ રહી છે. કૃષ પોતાના પિતાની જેમ જ એક્ટિંગનો દીવાનો છે. તેણે ફિલ્મોમાં પણ એન્ટ્રી લઇ લીધી છે પરંતુ એક્ટર તરીકે નહીં.

  ઘણાં દિવસોથી સુનીલ લહરી સાથે જોડાયેલી ઘણી જ દિલચસ્પ વાતો અમે તમારા માટે શેર કરીએ છીએ. તેમના દીકરા કૃષે આજતક સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું કે કૃષ પણ પોતાના પિતાની જેમ જ એક્ટિંગમાં કામ કરવા માંગે છે. કૃષ પાઠકે વર્ષ 2016માં ટીવી શો 'P.O.W-બંદે યુદ્ધ કેથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તે આર્યન ખાનનાં રોલમાં દેખાયો હતો. તેમણે જણાવ્યું કે, તેમને ટીવીમાં એક્ટિંગ કરવી નથી પરંતુ તેમને ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં કામ કરવું છે.

  કૃષ કહે છે કે, તેમણે પોતાના એક્ટિંગ કેરિયરમાં પિતાની મદદ નથી લીધી. પરંતુ પિતાની એક શીખ હંમેશા યાદ રાખે છે. પિતા કહે છે કે, પોતાના દમ પર આગળ વધો અને મહેનત કરો. કૃષ કહે છે કે, તે હાલ એક મ્યૂઝિક વીડિયોમાં કામ કરી રહ્યાં છે. જે લૉકડાઉન પછી રીલીઝ થશે.

  સુનીલ લહરીનો દીકરો કૃષ પાઠક


  આ પણ વાંચો - ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈ ખાતે નિધન

  આ ઉપરાંત કૃષ કહે ચે કે, જો મને બિગબોસમાં જવાની તક મળે તો હું જરૂર જઇશ કારણ કે હું સલમાન ખાનનો ફેન છું. આ સાથે તેણે પોતાની વેઇટ લોસ જર્ની અંગે વાત કરતા કહ્યું કે, થોડા વર્ષો પહેલા મારૂં 105 કિલો વજન હતું. હું મારા મામાની ઘરે યુએસ ગયો અને ટ્રેનિંગ લીધી. મેં પાંચ મહિનામાં 70 કિલો વજન કરી દીધું છે.

  આ પણ જુઓ - 
  Published by:Kaushal Pancholi
  First published: