Home /News /entertainment /7 મહિનામાં બીજી વાર માતા બની ટીવી સીરિયલ રામાયણની સીતા, દીકરીને આપ્યો જન્મ

7 મહિનામાં બીજી વાર માતા બની ટીવી સીરિયલ રામાયણની સીતા, દીકરીને આપ્યો જન્મ

રામાયણ ફેમ સીતા બીજી વાર માતા બની

પોપ્યુલર ટીવી સીરિયલ 'રામાયણ'માં માતા સીતાનો રોલ ભજવી રહેલા પોપ્યુલર એક્ટ્રેસ દેબિના બેનર્જી બીજી વાર માતા બની ગઈ છે.

    પોપ્યુલર ટીવી સીરિયલ 'રામાયણ'માં માતા સીતાનો રોલ અદા કરનારી પોપ્યુલર એક્ટ્રેસ દેબિના બેનર્જી બીજી વાર માતા બની ગઈ છે. શુક્રવારે તેણે દીકરીને જન્મ આપ્યો છે. આ દેબિનાની એક જ વર્ષમાં બીજી ડિલીવરી છે. 7 મહિના પહેલા પણ એટલે કે એપ્રિલમાં જ દેબિનાએ દિકરીને જન્મ આપ્યો હતો. દેબિનાના પતિ ગુરમીત ચૌધરીએ દેબિના ફરી વાર માતા બની હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે પોતાની અને દેબિનાની એક રોમેન્ટિક તસ્વીર શેર કરી છે, જેના પર લખ્યું છે "It's A Girl."

    દુનિયામાં અમારી દીકરીનું સ્વાગત છે


    ગુરમીતે તસ્વીરના કેપ્સનમાં લખ્યું છે કે, દુનિયામાં અમારી બેબી ગર્લનું સ્વાગત છે. અમે બીજી વાર પેરેન્ટ્સ બની ગયા છીએ. અમે હાલમાં થોડી પ્રાઈવસી ઈચ્છીએ છીએ. કારણ કે અમારી દીકરી સમય કરતા થોડી વહેલી આવી છે. આશીર્વાદ બનાવી રાખો અને આપનો પ્રેમ વરસાવતા રહો. ગુરમીતની પોસ્ટ પર તેના મિત્રો અને ફેન્સ શુભકામનાઓ આપી રહ્યા છે. ભારતી સિંહે તો શુભકામના આપતા લખ્યું છે યાહૂ બધાઈ હો, બેબી ગર્લ મારે પણ જોઈએ. હિમાશું કોહલી, સોનૂ સૂદ, અસીસ કૌર, સ્મિતા ગોંડકર, ઈહાના ઢિલ્લન, દીદાર કૌર અને માનવ વિઝ સહિત કેટલાય અન્ય સેલેબ્સે શુભકામના આપી છે.



    3 એપ્રિલે થઈ હતી પહેલી ડિલીવરી


    દેબિના બેનર્જીની પ્રથમ ડિલીવરી 3 એપ્રિલ 2022ના થઈ હતી. તે સમયે ગુરમિત અને દેબિનાએ નિવેદન જાહેર કર્યું હતું , જેમાં લખ્યું હતું કે, અત્યંત કૃતજ્ઞતા સાથે અમે અમારી દીકરીનું દુનિયામાં સ્વાગત કરીએ છીએ. આપનો પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર. ડિલીવરીના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં દેબિનાએ પતિ ગુરમિત અને દિકરી લિયાના સાથે પોતાની એક તસ્વીર શેર કરી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દેબિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમુક નિર્ણયો ભગવાનના હાથમાં હાથ છે, જેને બદલી શકાતો નથી. આ પણ આવા જ એક આશીર્વાદ છે. અમારા માટે જલ્દી આવી રહ્યા છે.

    2008માં નિભાવ્યો હતો સીતાનો રોલ


    દેબિના બેનર્જીએ 2008માં ટેલીકાસ્ટ થયેલી પૌરાણિક સીરિયલ રામાયણમાં સીતા અને ગુરમિત ચૌધરીએ ભગવાન રામનો રોલ કર્યો હતો. રીલ લાઈફની આ જોડી વચ્ચે અફેયર શરુ થયું અને લગભગ ત્રણ વર્ષના ડેટીંગ બાદ 2011માં તેમણે લગ્ન કરી લીધા. દેબિનાને આહટ, ચિડિયાઘર, નાદાનિયા, સંતોષી માં, તેનાલી રામ, લાલ ઈશ્ક અને અલાદીન: નામ તો સુના હી હોગા જેવી સીરિયલોમાં પણ જોઈ ચુક્યા હશો.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन