લોકડાઉનમાં રામાયણનાં લક્ષ્મણે અપનાવ્યો નવો લૂક, શેર કરી તસવીર

સુનીલ લહરી ટ્વિટર પર તેની નવી તસવીર શેર કરી છે જેમાં પોની ટેલ બાંધેલા નજર આવે છે.

સુનીલ લહરી ટ્વિટર પર તેની નવી તસવીર શેર કરી છે જેમાં પોની ટેલ બાંધેલા નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુનીલ લહરી ટ્વિટર પર તેની નવી તસવીર શેર કરી છે જેમાં પોની ટેલ બાંધેલા નજર આવે છે. સુનીલ લહરીએ લખ્યું છે, આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા પણ શીખી લીધી છે.

  લોકડાઉન ખુલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોક-1 હાલમાં ચાલુ છે. જોકે, હજુ પણ કોરોનાનો ખતરો ઓછો નથી થયો. એવામાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેવામાં જો વાળ કાપવાની વાત હોય તો હાલમાં લોકો તે માટે સલૂનમાં જવાનું ટાળે છે. રામાયણનાં લક્ષ્મણનો રોલ અદા કરનાર સુનીલ લહેરીમાં વાળ કપાવવા માટે સલૂન નથી ગયા.  સુનીલ લહેરીએ તેમનાં ઘરે જાતે જ હેર કટિંગ કરી લીધી છે. સુનીલે તેનાં ટ્વિટર પર તેની એક તસવીર શેર કરી હતી જેમાં તે પોનીટેલ બાંધેલો નજર આવે છે. તસવીરની કેપ્શનમાં સુનીલ લહેરીએ લખ્યું કે, 'આ લોકડાઉનમાં માથાનાં વાળ કાપવાની કળા શીખવી દીધી., પાછળનાં વાળ ન કાપી શક્યો.'

  બોલિવૂડનાં તમામ એક્ટર્સ દ્વારા લોકડાઉનમાં તેમનાં વાળ ઘણાં વધારવામાં આવ્યાં છે. કાર્તિક આર્યનથી લઇને રણવીર સિંહ સુધીતમામ એક્ટર્સે તેમનાં વાળ કપાવતા નજર આવ્યાં હતાં. હવે તેમામ નવાં લૂકમાં ફેન્સ સામે નજર આવ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: