મુંબઇ: ગુજરાતી અભિનેત્રી દીપિકા ચિખલિયા (Dipika Chikhlia) ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે જાણીતું નામ છે. આજે પણ દર્શકો તેમને રામાનંદ સાગરની 'રામાયણ' (Ramayan)માં 'સીતા'ના પાત્ર માટે યાદ કરે છે. 1987માં આવેલી 'રામાયણ'માં તેમના 'સીતા'ના પાત્રને એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે, અસલ જિંદગીમાં પણ લોકોએ તેમને દેવી સીતાનો દરજ્જો આપી દીધો હતો. સીરિયલની તમામ સ્ટારકાસ્ટને દર્શકોને ખૂબ પ્રેમ મળ્યો હતો. રામાયણના ઘણા કલાકાર લાઇમલાઇટથી દૂર છે, જ્યારે દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે.
તાજેતરમાં જ દીપિકા ચિખલિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થ્રોબેક તસવીરો શેર કરી હતી, જે ચર્ચામાં છે. આ દીપિકાની યુવાનીની તસવીર છે, જેમાં તેઓ ખૂબ સુંદર દેખાઇ રહ્યા છે. પ્રથમ તસવીરમાં દીપિકા તેમની પાંપળ ઝૂકવી પોઝ આપી રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં તેઓ રડતાં જોવા મળી રહ્યા છે. દીપિકા ચિખલિયાની બીજી તસવીર જોઇને લાગી રહ્યું છે કે આ કોઇ ફિલ્મની શૂટિંગ વખતની છે.
બન્ને તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફોટો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું, થ્રોબેક થર્સડે. આ તસવીરો શેર કરતાં તેમણે ઘણા હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે. યુઝર્સને તેમની આ તસવીરો ગમી રહી છે. ઘણા યુઝર્સે તેમની તસવીરો પર કોમેન્ટ કરતાં વખાણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા ચિખલિયાએ રામયાણ સિવાય કેટલીય ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું. સનામ આપ કી ખાતિર, ચીખ અને સુન મેરી લૈલા, જેવી ફિલ્મ્સમાં તેમણે કામ કર્યું હતું. જોકે, તેમને ઓળખ રામાયણમાં ભજવેલા પાત્રે અપાવી હતી. માતા સીતાનું પાત્ર ભજવી દીપિકા ચિખલિયા ઘરે-ઘરે જાણીતા બન્યા હતા. તેમણે વર્ષ 1991માં જન્મદિવસે બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. તેની બે પુત્રીઓ છે, જેમનું નામ નિધી અને જૂહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર