રામાયણ-મહાભારતે TRPમાં ભુક્કા બોલાવ્યા, શક્તિમાનને પછાડી આ શૉ આવ્યો TOP-5માં

TRPમાં 2020ના રેકોર્ડ તોડનારી બે મહાન સીરિયલ ફરીથી ટેલિવિઝન પર પ્રસારીત થશે.

રાવણનો વધ થયા પછી પણ ટીઆરપીમાં રામાયણ નંબર-1, જાણો આ અઠવાડિયે ક્યો શૉ કાઠું કાઢી ગયો?

 • Share this:
  મુંબઈ : લૉકડાઉન (Lockdown)ના કારણે આજકાલ ટેલિવિઝનમાં દર્શકોની પૂરબહાર ખીલી છે. પૌરાણિક કથા રામાયણ (Ramayan) અને મહાભારત (Mahabharat)ના કારણે દેશમાં દૂરદર્શનની લોકપ્રિયતા ચરમસીમાએ છે. કોરોનાના સામેના જંગની વચ્ચે તાજેતરમાજં રજૂ થયેલી ટેલિવિઝનની ટીઆરપી (TRP)માં રામાણયની બાદશાહત કાયમ છે. ટેલિવિઝનમાં મહાભારત (Mahabharat)ની ટીઆરપી પણ બીજા નંબરે છે. જોકે, આ અઠવાડિયે લોકોએ શક્તિમાન (Shaktiman)ને ખાસ પસંદ નથી કરી. ખાનગી સંસ્થા બાર્ક (BARC) દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ 15માં અઠવાડિયાની ટીઆરપી આ મુજબ રહી હતી.

  ગત સપ્તાહની જેમ જે આ સપ્તાહમાં રામાયણ અને મહાભારતની લોકપ્રિયતા તો જળવાઈ રહી હતી પરંતુ શક્તિમાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. દૂરદર્શન પર આ અઠવાડિયા શક્તિમાને ટૉપ-5 શૉમાંથી સ્થાન ગુમાવ્યું ચે અને શૉમાં નવું નામ જે સીરિયલનું ઉમેરાયું છે તેનું નામ બંદિની છે.

  ગયા અઠવાડિયાની જેમ આ વખતે પણ રામાયણ પ્રથમ સ્થાન ધરાવે છે. લોકડાઉનમાં રામાયણ ખૂબ જ સારી વ્યૂઅરશિપ મેળવી રહ્યું છે. રામાયણની આ ટીઆરપી રાવણ વધ બાદ પણ યથાવત છે. મહાભારત પણ આ અઠવાડિયામાં બીજા નંબરે છે. ચોપરાનું મહાભારત ટીઆરપી રામાયણથી પાછળ છે.

  આ અઠવાડિયે દંગલ ટીવીનો શૉ 'બા એસો વર ઢૂંઢો, ગત અઠવાડિયે ત્રીજા નંબરે છે, ગત અઠવાડિયે પ્યાર કી લુક્કા છીપી ત્રીજા નંબરે છે. આ વખતે આ સીરિયલ ટૉપ-5ની બહાર છે. જોકે ચોથા નંબરે દંગલનો શૉ મહિમાં શનિદેવની ટીઆરપીમાં ચોથા નંબરે યથાવત છે. આ વખતે પાચમાં નંબરે દંગલના જ શૉ બાબા એસા વર ઢૂંઢોની એન્ટ્રી થઈ છે.
  Published by:Jay Mishra
  First published: