45 વર્ષે રામ કપૂરે કેવી રીતે ઘટાડ્યું 30 kg વજન, શું છે આ 16/8 ડાયેટ ?

રામ કપૂરે 45મા જન્મદિવસ બાદ શરીરનું વજન ઘટાડી દેવાનો એમણે દ્રઢનિશ્ચય કર્યો હતો. એ માટે એમણે કામમાં બ્રેક લીધો હતો.

News18 Gujarati
Updated: July 12, 2019, 9:50 PM IST
45 વર્ષે રામ કપૂરે કેવી રીતે ઘટાડ્યું 30 kg વજન, શું છે આ 16/8 ડાયેટ ?
રામ કપૂરે 45મા જન્મદિવસ બાદ શરીરનું વજન ઘટાડી દેવાનો એમણે દ્રઢનિશ્ચય કર્યો હતો. એ માટે એમણે કામમાં બ્રેક લીધો હતો.
News18 Gujarati
Updated: July 12, 2019, 9:50 PM IST
ટેલિવિઝન સીરિઝ 'કસમ સે' અને 'બડે અચ્છે લગતે હે'માં કામ કર્યા બાદ ફેમસ થયેલા રામ કપૂર હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ પાછળ કારણ છે તેમણે ઘટાડેલું વજન. ઇન્ડિયન ટેલિવિઝન અને બોલીવૂડ એક્ટર રામ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ ફેટ ટૂ ફીટ દેખાઇ રહ્યાં છે. આવો જાણીએ તેઓએ આ કેવી રીતે કર્યું.

રામ કપૂરનું વર્કઆઉટ રૂટીન

45 વર્ષિય રામ કપૂર સવારે વહેલા ઉઠી જીમમાં જતા હતા. જીમ જતા પહેલા તેઓ ખોરાકમાં કોઇ વસ્તુ લેતા ન હતા. જીમમાં તેઓ સવારે હેવી વેઇટ ટ્રેનિંગ મેળવતા હતા. ત્યારબાદ રાતે સૂતા પહેલા કેટલીક કાર્ડિયો એક્સરસાઇઝ કરી ખૂબ જ પરસેવો પાડતા.

અહીં ક્લિક કરી વાંચોઃ કસૌટી 2-મિસ્ટર બજાજ સાથે પ્રેરણાના લગ્ન કેવી રીતે તોડશે અનુરાગ?

રામ કપૂરે આ તસવીર શેર કરી હતી


રામ કપૂરનો ડાયટ પ્લાન
રામ 16 કલાક સુધી જમતા ન હતા અને પોતાની કેલેરી કાઉન્ટ પર ખાસ ધ્યાન આપતા હતા. ફેટમાંથી સ્લીમ થવા માટે રામ થોડા થોડા સમયે ઉપવાર કરતાં. આ ઉપવાસ ડાયટિંગનો એક પ્રકાર છે જે તમારા ભોજન કરવાના સમયને પ્રતિબંધિત કરે છે.

આ ડાઇટ શું ખાવ અને શું ન ખાવું તેના પર ક્યારેય ભાર નથી આપતું. પરંતુ ઉપવાસના સમય દરમિયાન ક્યારે, કેટલું અને શું ખાવું જોઇએ તેના પર આધાર રાખે છે. પરંતુ તજજ્ઞોનું કહેવું છે કે તેમાં પાણી, કોફી, ચા વગેરે પી શકો છો.

રામ 16/8 ઇન્ટરમિટેડ ફાસ્ટિંગ શેડ્યુલને ફોલો કરતાં હતા. જ્યાં દરરોજ 16 કલાક ઉપવાસ કરવામાં આવે છે અને માત્ર બપોરે અને રાતે (7-8pm) વચ્ચે જ ડાઇટ લેવામાં આવે છે. રામની કઠોર મહેનત અને સમર્પણે નિશ્ચિતરૂપથી તેઓને ફાયદો પહોંચાડ્યો છે. તેઓએ 30 કિલો વજન ઘટાડ્યું છે.

અહેવાલો અનુસાર, રામ કપૂરે યોગ્ય માર્ગદર્શન હેઠળ કલાકો સુધી ઉપવાસ પર રહીને 30 કિલો વજન ઘટાડી દીધું છે. એમણે કહ્યું છે કે પોતાના 45મા જન્મદિવસ બાદ શરીરનું વજન ઘટાડી દેવાનો એમણે દ્રઢનિશ્ચય કર્યો હતો. એ માટે એમણે કામમાં બ્રેક લીધો હતો.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...