પિતાનાં નિધન પર ભાવૂક થયો રામ કપૂર બોલ્યો, 'આપ એક મહાન વ્યક્તિ હતાં, આપને યાદ કરુ છું'

પિતાનાં નિધન પર ભાવૂક થયો રામ કપૂર બોલ્યો, 'આપ એક મહાન વ્યક્તિ હતાં, આપને યાદ કરુ છું'
રામ કપૂરનાં પિતાનું નિધન

એક્ટર રામ કપૂર (Ram Kapoor)નાં પિતા અનિલ કપૂરનું નિધન થઇ ગયુ છે .આ વાતની જાણકારી તેમે તનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આપી છે. એક્ટર રામ કપૂરે લખ્યું 'આપ એક મહાન વ્યક્તિ હતાં, આપને યાદ કરુ છું'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિન પર તેની દમદાર એક્ટિંગથી દર્શકોનાં દિલમાં જગ્યા બનાવનાર એક્ટર રામ કપૂર (Ram Kapoor)નાં પિતા અનિલ કપૂરનું નિધન થઇ ગયુ છે. આ વાતની જાણકારી રામ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે. 12 એપ્રિલનાં રામ કપૂરનાં પિતાનું નિધન થયુ હતું. આ કારણે તે દુખી છે. તેનાં પિતાની ઉંમર 74 વર્ષ છે અને તે એક બિઝનેસમેન હતાં.

  પિતાનાં નિધન પર પોસ્ટ શેર કરતાં રામ કપૂરે લખ્યું કે, 'આપ એક મહાન વ્યક્તિ હતા ડેડ, હું આપને મિસ કરું છું.' રામ કપૂરે અમૂલ દ્વારા બનાવવામાં આવેલાં એકબિલ બોર્ડનો તેમનાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો, જેમાં તેઓ પિતાને શ્રદ્ધાંજલિ આપે છે. આ માટે તેણે અમૂલનો આભાર માન્યો છે. અમૂલે તેમનાં બિલબોર્ડ પર લખ્યું છે, 'આપ હમેશાં અમારા પરિવારની સાથે રહેશો અનિલ કપૂર'

  તો રામ કપૂરની પત્ની ગૌતમી કૂપરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું, 'ડેડ, આપ હમેશા અમારા દિલમાં રહેશો, હું જે સૌથી મજબૂત વ્યક્તિને ઓળખું છું તે આપ જ હતાં.'  મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, અનિલ કપૂર એક એડવરટાઇઝિંગ એજન્સીનાં CEO હતાં અને અમૂલ જેવી એજન્સીનાં ક્લાયન્ટ રહી ચુક્યા છે. રામ કપૂરનાં પિતાએ જ 'અમૂલ: ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા' ટેગલાઇન બનાવી છે. અનિલ કપૂરને બિલીનાં નામથી પણ ઓળખવામાં આવતા હતાં. તેથી અમૂલ દ્વારા જે બિલ બોર્ડ બનાવવામાં આવ્યું તેમાં બિલી પણ ઉમેરવામાં આવ્યું હતું.
  Published by:Margi Pandya
  First published:April 15, 2021, 18:47 IST

  ટૉપ ન્યૂઝ