મુંબઈ: સાઉથ સ્ટાર સામન્થા અકિનેની (Samantha Akkineni) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya)ના ડિવોર્સ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશ્યલ મીડિયા પર યુઝર્સથી લઈને અન્ય સેલિબ્રિટીઓ પણ આ અંગે વાત કરતાં જોવા મળે છે. તાજેતરમાં એક્ટ્રેસ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ (Kangana Ranaut Instagram) પર પોસ્ટ કરીને પોતાના વિચાર રજૂ કર્યા હતા અને આ પોસ્ટ વાયરલ થઈ હતી. હવે જાણીતાં ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) પણ આ મુદ્દે જોડાઈ ગયા છે. સામન્થા-નાગા ચૈતન્યના ડિવોર્સ જેટલી જ ચર્ચા રામ ગોપાલ વર્માની આ ટ્વીટને લઈને થઈ રહી છે. તેમણે ટ્વીટમાં ડિવોર્સને લઈને એવી વાતો કહી છે જે કોઈનું ધ્યાન ખેંચ્યા વગર ન રહે. જોકે, તેમણે આ ટ્વીટમાં સામન્થા અને નાગા ચૈતન્યનું નામ નથી લીધું પણ યુઝર્સ રામૂની આ પોસ્ટને તેનાથી જ જોડે છે. ફિલ્મમેકરે કહ્યું છે કે, ‘લગ્ન કરતાં વધારે ડિવોર્સ એ ઉત્સવ મનાવવાની ચીજ છે.’
રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma tweet on divorce)એ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને ‘લગ્ન’ અને ‘ડિવોર્સ’ પર પોતાનું જ્ઞાન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘લગ્નથી વધારે ડિવોર્સને સેલિબ્રેટ કરવું જોઈએ, કેમકે લગ્નમાં તમે નથી જાણતાં કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો, જ્યારે ડિવોર્સમાં તમને ખબર હોય છે કે તમે કઈ બાજુથી બહાર નીકળી રહ્યા છો.’ તેમણે બીજી ટ્વીટમાં કહ્યું કે, ‘લગ્ન નરકમાં થાય છે અને છૂટાછેડા સ્વર્ગમાં બને છે.’
રામ ગોપાલ વર્માએ છૂટાછેડાને લઈ ટ્વીટ કર્યા છે. સાભારઃ @RamGopalVerma Tweet
રામ ગોપાલ વર્માએ લગ્ન સમારંભના સંગીત સમારોહમાં પણ પરિવર્તન લાવવાનું જણાવ્યું છે. તેમણે પોતાની ત્રીજી ટ્વીટમાં લખ્યું કે, ‘મોટાભાગના લગ્ન એટલા દિવસ પણ નથી ચાલતાં, જેટલા દિવસ તેમના લગ્નના કાર્યક્રમ ચાલે છે, અને એટલે જ વાસ્તવિક સંગીત એક ડિવોર્સના કાર્યક્રમમાં થવું જોઈએ, જ્યાં બધા ડિવોર્સી પુરુષ અને મહિલાઓ ગઈ શકે અને નાચી શકે છે.
અન્ય એક ટ્વીટમાં રામૂએ લખ્યું કે, ‘લગ્ન બ્રિટિશ શાસન છે.. ડિવોર્સ સ્વતંત્રતા છે.. લગ્ન હિટલરના યુદ્ધ છેડવા સમાન છે.. જ્યારે, ડિવોર્સ ગાંધીજીની સ્વતંત્રતાની જીત જેવા છે.’
રામ ગોપાલ વર્માના છૂટાછેડા પરના ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે. સાભારઃ @RamGopalVerma Tweet
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રામ ગોપાલ વર્મા આમિર ખાન અને કિરણ રાવના બચાવમાં આવ્યા હતા, જ્યારે તેમણે 15 વર્ષના લગ્નજીવનને પૂરું કરવાની જાહેરાત કરી હતી. રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે, ‘હું તમારા બંનેના (Amir Khan Kiran Rao) ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું કે પહેલાંની સરખામણીમાં તમારું જીવન વધુ આનંદમય રહે. મારું માનવું છે કે લગ્ન કરતાં ડિવોર્સને વધુ સેલિબ્રેટ કરવું જોઈએ કેમકે ડિવોર્સ જ્ઞાનથી થાય છે અને લગ્ન અજ્ઞાનતા અને મૂર્ખતાથી થાય છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર