ફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ

ફિલ્મ 'મર્ડર' મામલે રામ ગોપાલ વર્મા પર કેસ દાખલ, લાગ્યા મોટા આરોપ
રામ ગોપાલ વર્મા (ફાઇલ ફોટો)

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ધીમે ધીમે લોકડાઉનમાં મળેલી રાહતની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું કામ શરૂ થવા જઇ રહ્યું છે. આમ જ નવી ફિલ્મોની જાહેરાત પણ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ ગત દિવસોમાં ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma)એ તેમની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'મર્ડર' (Murder) છે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હશે. આ ફિલ્મ ખોટી શાન માટે કરવામાં આવેલી હત્યાની કહાની હશે. તો હવે સામે આવ્યું છે કે આ ફિલ્મ કાયદાકીય સકંજામાં ફસાઇ ગઇ છે.

  રામ ગોપાલ વર્મા ગત દિવસોમાં ફિલ્મ બનાવવા માટે એક વિષયની શોધમાં હતા જે બાદ તેમણે 'મર્ડર'ની જાહેરાત કરી. ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ આ ફિલ્મ તેલંગાનામાં ખોટી શાન માટે કરવામાં આવેલી હત્યાની કહાની છે. આ ફિલ્મ અંગ જાણકારી મળતા ઘટનાનાં પીડિતોએ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ એક્શન લીધા છે.  રિપોર્ટ મુજબ, 2018માં થેયલાં કાંડમાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તેનાં પિતાએ આ મુદ્દે ફિલ્મ બનાવવા પર આપત્તિ જાહેર કરી છે પોલીસનાં જણાવ્યાં અનુસાર, પિતાએ આ મામલે કોર્ટનો સહારો લીધો છે. તેમની દલિલ છે કે, આવા કેસ પર ફિલ્મ બનાવવી યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, પીડિત પરિવારની પરવાનગી કે સહમતિ વગર તે તેમનાં દીકરાની તસવીરનો ઉપયોગ કર્યો છે. પોલીસે અનુસાર, તેલંગનાનાં મૃયલગુડામાં IPC, SC/ST POA સંશોધન અધિનિયમ, 2015 સંબંધિત કલમ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો- કંગનાની ટીમનો નેપોટિઝમ મુદ્દે તાપસી પર હુમલો, એક્ટ્રેસે આપ્યો જવાબ

  પોલીસને કોર્ટનો આદેશ શનિવારે મળ્યો હતો. પોલીસ મુજબ આ મામલે વર્મા ઉપરાંત ફિલ્મનાં નિર્માતાનું નામ છે. રામ ગોપાલ વર્માએ આ મુદ્દા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ગત મહિને જ મૃતકનાં પિતાએ કોર્ટનો સહારો લીધો હતો.

  આપને જણાવી દઇએ કે 2018માં આ કેસ બન્યો હતો. ખોટી શાનનાં નામ કથિત રીતે હત્યાની ઘટના બની હતી અને આ કેસ ચર્ચામાં આવ્યો હતો. જેમાં એક યુવતીએ અન્ય જાતીનાં વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતાં. જે બાદ યુવતીનાં પતિની હત્યા કરાવવામાં આવી હતી. આ કેસમાં યુવતીનાં પિતા પર આરોપ લાગ્યા હતાં.
  Published by:News18 Gujarati
  First published:July 05, 2020, 11:48 am

  ટૉપ ન્યૂઝ