રામ ગોપાલ વર્માએ લોન્ચ કર્યું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ, રીલીઝ કરી પ્રથમ ધમાકેદાર ફિલ્મ

રામ ગોપાલ વર્મા (ફાઇલ તસવીર)

 • Share this:
  નવી દિલ્લી: જાણીતા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma)એ એક ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. આ આટીટી પ્લેટફોર્મનું નામ સ્પાર્ક ઓટીટી (SPark OTT) રાખવામાં આવ્યું છે. રામ ગોપાલ વર્માનું ઓટીટી પ્લેટફોર્મ 15 મેના દિવસે લાઈવ થઈ ગયું છે. જ્યારથી કોરોના મહામારી (Covide-19) શરૂ થઈ છે ત્યારથી ઓટીટી પ્લેટફોર્મ પર લોકોની ઉપસ્થિતિ વધી ગઈ છે. સંક્રમણના કારણે થિયેટરો બંધ કરતા ઓટીટી પ્લેટફોર્મ પર લોકોનો રસ વધ્યો છે. સમય સાથે રામ ગોપાલ વર્માએ પણ પોતાનું એક ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરી દીધું છે.

  આ પ્લેટફોર્મ પર સૌથી પહેલા 'ડી કંપની' (D Company)ને રીલિઝ કરવામાં આવી છે. રામ ગોપાલ વર્માની મોટા ભાગની ફિલ્મો મુજબ આ ફિલ્મમાં પણ અંડરવર્લ્ડની વાર્તા દર્શાવવામાં આવી છે. જ્યારે રામ ગોપાલ વર્માને ફિલ્મ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ મુવી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ગેંગ અંગેની સ્ટોરી છે. મુવીમાં 1980 થી 1982ના સમયગાળા દરમિયાન દાઉદના જીવનમા બનેલી સત્ય ઘટનાઓ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ગત 24 માર્ચના દિવસે રીલિઝ થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને કારણે રીલીઝ થઈ શકી ન હતી.

  Ram Gopal Verma
  આ પણ વાંચો: Tauktae Cycloneએ મચાવી તબાહી, રણબીરનાં ઘરે પડ્યું ઝાડ તો બિગ બીનાં ઘરમાં ઘુસ્યુ પાણી..

  ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં રામ ગોપાલ વર્માને પૂછવામાં આવ્યું કે, તેમણે પોતાનું જ એક ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, ત્યારે રામ ગોપાલ વર્માએ કહ્યું કે હું જે પ્રકારની ફિલ્મો બનાવું છું તેને દર્શકો સુધી પહોચડી અનિવાર્ય છે. અને તેથી જ તેમણે પોતાનું એક ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. હાલમાં જ રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી ડેન્જરસ (Dangerous)નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.આ ફિલ્મ ભારતની પહેલી લેસ્બિન (Lesvian) ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે.
  Published by:kuldipsinh barot
  First published: