ભારતમાં માન્યતાઓની સાંકળ તોડીને અસ્પૃશ્ય ગણાતા અનેક મુદ્દાઓને હવે રૂપેરી પડદે દર્શાવાય છે. જોકે અમુક વખત મોટા-મોટા દિગ્ગજોને પોતાની વાત કહેવાની સફળતા નથી મળતી અને આ પ્રકારની જ એક ઘટના દિગ્ગજ દિગદર્શક રામ ગોપાલ વર્મા સાથે બની છે.
રામ ગોપાલ વર્માએ તાજેતરમાં મલ્ટિપ્લેક્સે તેમની લેસ્બિયન ફિલ્મ 'ખતરા'ને રિલિઝ કરવાનો ઇનકાર કરતા નારાજગી વ્યકત કરી છે. વર્માએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભારતમાં સમલૈંગિકતાનો વિષય હજી પણ નિષિદ્ધ કેમ છે?
એક ન્યૂઝ પોર્ટલને આપેલ ઈન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ કહ્યું કે, સેક્સ સાથે સંબંધિત કોઈપણ વસ્તુ હજુ પણ જાહેરમાં વર્જિત છે એટલેકે હજી પણ પ્રતિબંધિત કેમ છે ? ખાસ કરીને એવા વિષય જે મુદ્દે સામાન્ય રીતે લોકો નીચું જુએ છે અથવા તેના વિશે વાત કરવા માંગતા નથી.
આ સાથે તેમણે કહ્યું કે, લાંબી કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે કલમ 377ને રદ કરી હતી. દેશની સર્વોચ્ચ ન્યાયાલયના આ સર્વોપરી નિર્ણયને આજે પણ લગભગ સાડા ચાર વર્ષ વીતી ગયાં છે, છતા પણ લોકો તેના વિશે વાત કરવા તૈયાર નથી. દિગ્દર્શકે એમ પણ કહ્યું કે, તેણે ભાગ્યે જ જાહેરમાં આ મુદ્દે લોક ચર્ચા સાંભળી છે. હવે જ્યારે કોઈક તેને જાહેરમાં મુકી રહ્યું છે તો દબાણ સર્જાઈ રહ્યું છે, દરેક વ્યક્તિના ‘એન્ટેના’ ઉપર થઈ જાય છે.
ઈન્ટવ્યુમાં વધુ ઉંડાણપૂર્વક જવાબ આપતા રામ ગોપાલ વર્માએ કહ્યું કે જો ફિલ્મની વાત કરીએ તો અમે પોસ્ટરો અને અન્ય કન્ટેન્ટને થીમ બેસ્ડ બનાવ્યા જ નથી. અમને પણ ખ્યાલ છે કે લોકો જલદી આ મુદ્દો નહિ સ્વીકારે. તેથી અમે પણ વચ્ચેનો માર્ગ શોધીને સામાન્ય રજૂઆત કરી છે અને જ્યારે દર્શકો થિયેટરમાં જશે ત્યારે જ તેમને આ સમગ્ર સ્ટોરી સમજાશે.
રામ ગોપાલ વર્માએ તારણ આપ્યું કે કોર્પોરેટ જગત પબ્લિક સેન્ટિમેન્ટ પ્રત્યે વધુ સંવેદનશીલ છે. કોઈને ખબર નથી કે જનતા ખરેખર કેવી પ્રતિક્રિયા આપશે પરંતુ કોર્પોરેટને લાગે છે કે તેઓ કદાચ શરમ અનુભવશે અથવા અણગમો અનુભવશે.
અહી ઉલ્લેખનિય છે કે, રામ ગોપલ વર્મા ભારતીય સિનેમામાં અલગ જ વિષય સાથે ઘણી ફિલ્મો આપી ચૂક્યા છે, ફિલ્મોમાં પોતાની વાત કહેવાની તેમની પદ્ધતિ અલગ જ છે. તેમણે અત્યાર સત્યા, કૌન?, કંપની, ભૂત અને સરકાર જેવી ઘણી ફિલ્મો આપી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર