Home /News /entertainment /રકુલપ્રીતનો COVID-19 ટેસ્ટ આવ્યો પોઝિટિવ, પોતાને કરી ક્વૉરન્ટિન
રકુલપ્રીતનો COVID-19 ટેસ્ટ આવ્યો પોઝિટિવ, પોતાને કરી ક્વૉરન્ટિન
રકુલપ્રીત કોરોના પોઝિટિવ
બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh)ને કોરોના (Corona Virus) થઇ ગયો છે. આ વાતની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. રકુલે હાલમાં જ તેનાં લેટેસ્ટ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh)ને કોરોના વાયરસ (Corona Virus) થઇ ગયો છે. જેની જાણકારી તેણે પોતે તેનાં સોશિયલ મીડિયા પેજ પર આપી છે. તેણે હાલમાં જ નવાં પ્રોજેક્ટ પર કામ શરુ કર્યું ચે. આ મોટા પ્રોજેક્ટ 'મે ડે'નું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. મંગળવારે બપોરનાં રકુલે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં તેને કોરોના થઇ ગયો હોવાની વાત તેણે કરી છે. અને પોતાને હાલમાં તેણે ક્વૉરન્ટિન કરી લીધી છે.
રકુલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, 'હું આપ સૌને સૂચિત કરવાં ઇચ્છુ છુ કે, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મે મારી જાતને ક્વૉરન્ટિન કરી લીધી છે. હું હાલમાં ઠીક અનુભવી રહી છું. અને મારું સંપૂર્ણ ધ્યાન પણ રાખી રહી છું. હું જલદી જ મારું શૂટિંગ શરૂ કરીશ. જે પણ આ દરમિયાન મને મળ્યાં છે પ્લીઝ પોતાનો રિપોર્ટ કઢાવી લો.'
આપને જણાવી દઇએ કે, મે ડેનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં રકુલપ્રીત સિંહ માલદિવ વેકેશન માટે ગઇ હતી. તે સમયે તેનો પરિવાર પણ તેની સાથે હતો. મે ડે ઉપરાંત રકુલપ્રીતની કિટીમાં ઘણી બધી ફિલ્મો છે. તે અર્જુન કપૂરની સાથે એક ક્રોસ બોર્ડર ડ્રામા ફિલ્મમાં નજર આવવાની છે. મે ડેમાં રકુલ અમિતાભ બચ્ચન અને અજય દેવગણની સાથે નજર આવવાની છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર