Home /News /entertainment /Rakul Preet Singh: ડ્રગ્સ કેસ વચ્ચે રકુલ પ્રિતે આયુષ્માન ખુરાના સાથે શરૂ કર્યું 'Doctor G'નું શૂટિંગ
Rakul Preet Singh: ડ્રગ્સ કેસ વચ્ચે રકુલ પ્રિતે આયુષ્માન ખુરાના સાથે શરૂ કર્યું 'Doctor G'નું શૂટિંગ
રકુલ પ્રીતે 'ડોક્ટર જી'નું શૂટિંગ શરૂ કર્યું
આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને શૈફાલી શાહ (Shefali Shah)ની સાથે હવે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ પણ ઉત્તર પ્રદેસનાં પ્રયાગરાજ (Prayagraj)મં ફિલ્મ ડોક્ટર જી (Doctor G)નું શૂટિંગ શરૂ કરી દીધુ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)અને શેફાલી શાહ (Shefali Shah)ની સાથે જંગલી પિક્ચરની નવી ફિલ્મ 'ડોક્ટર જી' (Doctor G)નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. રકુલ, આયુષ્માન અને શેફાલીની આ ફિલ્મની શૂટિંગ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ (Prayagraj)માં કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મનાં શૂટિંગ માટે બાયો બબલમાં થઇ રહી છે. એટલે આ સ્ટાર્સે ફિલ્મની યૂનિટ ઉપરાંત કોઇ મળી શકે નહીં. રકુલ પ્રીત આ ફિલ્મમાં એક મેડિકલ સ્ટૂડન્ટ અનુભૂતિ કશ્યપનાં રોલમાં છે. અને આ મજેદાર કેરેક્ટર અને પહેલી વખત પ્રયાગ રાજમાં શૂટિંગ પર રકુલે વાત કરી છે.
ફિલ્મ શૂટિંગનાં સમય અંગે વાત કરતાં રકુલે જણાવ્યું હતું કે, 'આ પહેલી વખત છે જ્યારે હું પ્રયાગરાજમાં કોઇ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. જ્યારે શૂટિંગની જગ્યા નક્કી થઇ તો હું વિચારતી હતી કે, આખે આ શહેરને જ કેમ શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું છે, પણ જ્યારે હું અહીં પહોંચી તો મને સમજાવ્યુંકે, આ શહેર કેટલું અલગ છે. જે કોલેજ કેમ્પસમાં અમે શૂટિંગ કરી રહ્યાં છીએ તે યુનિવર્સિટી બિલ્ડિંગ અને આસપાસની જગ્યા બધુ જ ખુબજ સુંદર છે.
'ડોક્ટર જી'નાં અવતારમાં આયુષ્માન ખુરાના
સાથે જ અહીં જુના જમાનાનું કલ્ચર જોવા મળે છે. શૂટિંગની શરૂઆત ઘણી થાકદાયક હતી. પણ હવે અમે સેટ થઇ ગયા છીએ. બાયો બબલમાં શૂટિંગ કરવાેન કારણે અમે શહેરમાં વધુ ફરી શકતાં નથી. અમારે શૂટિંગ દરમિયાન જરૂરી સાવધાનીઓ વર્તવી પડે છે.'
ફિલ્મ 'ડોક્ટર જી'- રકુલ પ્રીત હવે થોડા સમય માટે રજા લઇ શહેરમાં ફરવાનો પ્રોગ્રામ બનાવી રીહ છે .આયુષ્માન ખુરાનાની સાથે કામ કરવાં અંગે રકુલ પ્રીત સિંહનું કહેવું છે કે, 'મને આયુષ્માન સાથે કામ કરવાની ખુબજ મજા આવી રીહ છે. હું એક સરદારની છુ અને તે પંજાબી છે. અમે ખાવાનાં ખુબજ શોખીન છે. અને અમે અમારી જ હ્યૂમર એન્જોય કરીએ છીએ. વચ્ચે વચ્ચે અમે કેટલાંક પંજાબી જોક્સ પણ ક્રેક કરતા રહીએ છીએ.'