Raksha Bandhan 2021: જુઓ આજનાં દિવસે તમારી પ્લે લિસ્ટમાં શામેલ કરી શકાય તેવાં 5 ગીતો

રક્ષાબંધન સ્પેશલ

Raksha Bandhan 2021: આજનાં રક્ષાબંધનનાં આ પવિત્ર તહેવાર પર ચાલો જોઇએ બોલિવૂડનાં તે પાંચ ગીતો જે તમે તમારી પ્લે લિસ્ટમાં એડ કરી શકો છો અને આજનો દિવસ ભાઇ બહેન સાથે મળીને સાંભળી શકો છો.

  • Share this:
    Raksha Bandhan 2021: ભાઇ અને બહેન વચ્ચેનો પ્રેમ દુનીયાનાં સૌથી શ્રેષ્ઠ બંધન માંથી એક માનવામાં આવે છે કારણ કે ભાઈ બહેન હંમેશા જરૂર પડે ત્યારે એકબીજાની પડખે ઉભેલાં હોય છે. તે એકબીજાને માર્ગદર્શન આપે છે તો એટલી જ મજાક મસ્તી પણ તેમનાં સંબંધમાં (Brother Sister Love) છે. આ મીઠડો પ્રેમ આજનાં દિવસે દરેક ભાઇ બહેનનાં મનમાં દરીયામાં આવતી ભરતીની જેમ ઉભરાતો જોવા મળશે. ત્યારે આ તહેવારને ખાસ બનાવવા માટે આજનાં દિવસે બહેન રક્ષણના પ્રતીક તરીકે ભાઈના કાંડા પર પવિત્ર રાખડી બાંધે છે. બદલામાં, ભાઇ પણ બહેનને તેની પડખે કાયમ રહેવાનું વચન આપે છે. અને સાથે જ વિશેષ ભેટ પણ જેમ આખો દેશ તહેવારની ખુશીનો આ પર્વ ઉજવે છે.

    આ પણ વાંચો-Raksha Bandhan 2021: રક્ષાબંધન પર 474 વર્ષ બાદ બની રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિને થશે ફાયદો

    આજનાં આ તહેવારને વધુ વિશેષ બનાવવાં માટે અમે તમારા માટે 5 બોલિવૂડ ગીતો લાવ્યા (raksha bandhan ka gana) છીએ જે તમારી રાખી પ્લેલિસ્ટમાં સંપૂર્ણ રીતે ફિટ થશે.



    ફૂલો કા તારો કા સબ કા કહેના હૈ એક હજારો મેરી બહેના હૈ....
    કિશોર કુમાર દ્વારા કોમ્પોઝ થયેલું અને ઝિનત અને દેવાનંદનાં બાળપણ પર ફિલ્માવવામાં આવેલું હરે રામા.. હરે ક્રિષ્ના... ફિલ્મનું આ ગીત ફૂલો કા તારો કા સબ કા કહેના હૈ... આજે આટલા વર્ષો બાદ પણ રક્ષાબંધન પર આ ગીત ખાસ યાદ આવે છે. અને ભાઇઓ તેમની બહેનો માટે ગાય પણ છે.



    ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના-
    રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇની કલાઇયે રાખડી બાંધતી હોય ત્યારે આ ગીત અવશ્ય મનમાં આવે છે. ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના.. ફિલ્મ છોટી બહેનનું આ ગીત કોકીલ કંઠીની સુરોની સમ્રાગીની લતા મંગેશકરે ગાયું છે.



    અભી મુજમે કહીં બાકી ...
    રક્ષાબંધન સ્પેશલ સોંગનું લિસ્ટ બનાવવું હોય તો રિતિક રોશન અને પ્રિયંકા ચોપરા સ્ટાર અગ્નિપથનું આ ગીત પણ ન જ ચૂકી શકાય. જ્યારે રિતિક રોશનની બહેનને માલૂમ થાય છે કે વિજય (રિતિક રોશન) તેનો ભાઇ છે. આ ગીતનું મ્યૂઝિક અજય-અતુલે આપ્યું છે. જ્યારે સોનૂ નિગમે આ ગીત ગાયુ છે.



    બહેનાને ભાઇ કી કલાઇ સે...
    રેશમ કી ડોરી ફિલ્મનું આ ગીત સુમન કલ્યાનપૂર દ્વારા ગાવામાં આવ્યું છે. વર્ષ 1959માં રિલીઝ થયેલી આ ફિલ્મનું ગીત આજે 2021માં પણ એટલું જ ફેમસ છે. ધરમેન્દ્ર અને સાયરા બાનૂ સ્ટાર આ ગીત પણ તમે તમારી પ્લે લિસ્ટમાં શામેલ કરી શકો છો.



    મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા... -
    1993માં આવેલી ફિલ્મ તિરંગાનાં સુપર હિટ સોન્ગ... મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા.. આજનાં દિવસે તમારી પ્લે લિસ્ટમાં શામેલ કરી લો. નાના પાટેકર, રાજ કુમાર, વર્ષા ઉશગાવકર,હરીશ કુમાર અને મમતા કુલકર્ણી સ્ટાર આ ફિલ્મનું ગીત પણ સુપર હિટ છે.
    Published by:Margi Pandya
    First published: