રક્ષાબંધના પર સાંભળો બોલિવૂડના એ પ્રસિદ્ધ ગીતો જે ભાઇ-બહેનના અતૂટ સંબંધની યાદ અપાવે છે

રક્ષાબંધના પર સાંભળો બોલિવૂડના એ પ્રસિદ્ધ ગીતો જે ભાઇ-બહેનના અતૂટ સંબંધની યાદ અપાવે છે
પ્રતિકાત્મક તસવીર

બોલિવૂડના આ ગીતો સાંભળીને તમારી પણ ભાઇ-બહેનની તે સુંદર યાદો તાજા થઇ જશે.

 • Share this:
  આજે ભાઇ બહેનના (Raksha Bandhan 2020) પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. બહેનના આશીર્વાદ એક તેવી મહામૂલી વસ્તુ છે જે ભાઇને મોટામાં મોટી મુશ્કેલીમાંથી બહાર આવવા મદદરૂપ થાય છે. તો બીજી તરફ ભાઇ પણ પોતાની બહેનના હાસ્યનું કારણ બને છે. અને જીવનના સુખ દુખના કાળચક્રમાં આ સરસ સંબંધ આજીવન એકબીજાને સથવારો આપે છે.  ત્યારે આજે રક્ષાબંધનના સરસ પર્વ પર સાંભળો બોલિવૂડના (bollywood) તે લોકપ્રિય ગીતો જે ભાઇ બહેનના સુંદર સંબંધોને યાદ કરીને ખાસ લખવામાં આવ્યા છે. અને આજે પણ આ ગીતો સાંભળીને આપણી યાદો તાજા કરી જાય છે. (Famous rakhi song)

  હાલ કોરોના કાળમાં અનેક બહેનો તેના ભાઇઓ દૂર છે પણ તેમ છતાં ભાવનાના તાંતણે બંધાલેયા આ સંબંધ ગમે તેટલી દૂરી પણ દૂર નથી કરી શકતી. ભલે ભાઇ અને બહેન હાલ એક બીજાથી દૂર હોય પણ તે સતત એકબીજાના સારા માટે મનોકામના કરતા રહે છે. ત્યારે 'ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના' આ ગીત રક્ષાબંધનના ઉપલક્ષમાં ખૂબ જ લોકપ્રિય છે તમે પણ સાંભળો.

  તે પછી 1962માં આવેલ ફિલ્મ રાખીનું આ ગીત જે મહોમ્મદ રફી ગાયું હતું તેના શબ્દો પણ ખૂબ જ સરસ છે.


  સાથે જ બહેનને ભાઇ કી કલાઇ પર પ્યાર બાંધા હૈ' આ ગીત પણ ખૂબ સરસ છે. જે ભાઇ બહેનના સંબંધોને યાદ અપાવે છે.
  જો કે બહેનાના મનની સ્થિતિને વર્ણાવતા રક્ષાબંધનના અનેક ગીતો તમને મળી જશે. પ અમિતાભ બચ્ચનના ગીતમાં એક ભાઇના મનમાં બહેન માટેના વિચારોને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે તમે પણ સાંભળો.
  Published by:Chaitali Shukla
  First published:August 03, 2020, 14:03 pm

  ટૉપ ન્યૂઝ