2021માં રાખીએ 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો અને ઘરે પરત ફર્યા બાદ માતાને કેન્સર થયું હોવાની જાણ થઈ હતી. તેણે સલમાન ખાનની 'બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન' ઉપરાંત સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત દ્વારા સંચાલિત કેન્સરની સારવાર સાથે જોડાયેલી સંસ્થા નરગિસ દત્ત ફાઉન્ડેશન પાસે પણ મદદ માંગી હતી.
એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)ની માતા જયા ભેડાને ફરી બ્રેઈન ટ્યૂમર થયું છે. રાખીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી માતાના સ્વાસ્થ્યનું અપડેટ આપ્યું છે. જયા ભેડા અત્યારે મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં દાખલ છે.
અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં રાખીની માતા હોસ્પિટલના બિછાને પડેલી જોવા મળી રહી છે. જયા ભેડા અગાઉ પણ કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી ચૂકી છે. હવે તેના બ્રેઈન ટ્યૂમરના સમાચારે રાખી અને તેના ફેન્સને દુઃખી કરી દીધા છે. ચાહકો રાખીની પોસ્ટ પર તેની માતા ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
રાખીએ શેર કરેલ વિડીયોમાં તે રડતી જોવા મળી રહી છે. વિડીયોમાં તે કહે છે કે, હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી હતી અને મને ખરેખર બધાના આશીર્વાદની જરૂર છે. માતાનું સ્વાસ્થ્ય સારું નથી. તે હોસ્પિટલમાં છે. મહેરબાની કરીને તેમના માટે પ્રાર્થના કરો.
બિગ બોસના ઘરમાં કોઈએ મને કહ્યું નહીં કે તેની તબિયત સારી નથી. મને ખબર નહોતી કે તે હોસ્પિટલમાં છે. મારી માતાને મગજમાં ગાંઠ છે. રાખી સાવંતના જણાવ્યા અનુસાર, તેની માતાની જીવલેણ બીમારીની શરૂઆત ડાબી બાજુના લકવાથી થઈ હતી. ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા, જોકે, હવે તેમને વધુ નિદાન-સારવારમાંથી પસાર થવું પડશે.
2021માં રાખીએ 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો અને ઘરે પરત ફર્યા બાદ માતાને કેન્સર થયું હોવાની જાણ થઈ હતી. તેણે સલમાન ખાનની 'બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન' ઉપરાંત સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત દ્વારા સંચાલિત કેન્સરની સારવાર સાથે જોડાયેલી સંસ્થા નરગિસ દત્ત ફાઉન્ડેશન પાસે પણ મદદ માંગી હતી.
તેણે પ્રિયા દત્ત અને 'બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન' સાથે વાત કરી હતી અને બંનેએ તેની માતાની બીમારી અને સારવાર સંબંધિત ફાઇલો માંગી હતી. પછી તેમણે મદદ પણ કરી હતી. હવે ફરી એકવાર રાખી બિગ બોસ મરાઠી શોની ફાઇનલિસ્ટ બની છે ત્યારે તેને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. હવે આ વખતે તેમની મદદ માટે કોણ આગળ આવે છે તે જોવાનું રહ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર