Home /News /entertainment /નિકાહ બાદ રાખી સાવંતના જીવનમાં વધુ એક દુ:ખદ ઘટના, ગર્ભમાં જ મૃત્યુ પામ્યુ એક્ટ્રેસનું બાળક
નિકાહ બાદ રાખી સાવંતના જીવનમાં વધુ એક દુ:ખદ ઘટના, ગર્ભમાં જ મૃત્યુ પામ્યુ એક્ટ્રેસનું બાળક
રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સલમાન ખાને રાખી સાવંતને આદિલ દુર્રાની સાથેના હાઈ વોલ્ટેજ મેરેજ ડ્રામા ઉકેલવામાં મદદ કરી હતી. હવે રાખીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેનું મિસકેરેજ થઇ ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાખી સાવંત (Rakhi Sawant) અને આદિલ દુર્રાનીના લગ્ન બાબતે ઘણી ચર્ચા થઈ રહી હતી. રાખી સાથે લગ્ન કર્યા બાદ આદિલે સ્વીકારવાની ના પાડી હોવાનો આક્ષેપ પણ થયો હતો. ત્યારબાદ કહેવાય છે કે, રાખીનો રડતો વીડિયો જોઈને સલમાન ખાને (Salman khan) આદિલને ફોન કર્યો હતો.
આ રીતે તેમના લગ્નને લઈને થયેલી ધમાલનો ઉકેલ લાવી દીધો હતો. પરંતુ ડ્રામા ક્વીન રાખીના જીવનમાં એક બીજી સમસ્યા પણ આવી છે. તેને કસુવાવડ થઈ હોવાનું સામે આવ્યું છે.
રાખીની માતા બીમાર છે, હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન રાખીએ પોતે પ્રેગનન્ટ હોવાની વાત જણાવી હતી. હવે તેણે કસુવાવડ થઈ હોવાનો ખુલાસો કર્યો છે. છેલ્લા થોડા સમયના ઘટનાક્રમ પરથી જણાય છે કે, રાખીના જીવનમાં મોટી ઉઠાલપાથલ ચાલી રહી છે.
રાખી સાવંતે 'બિગ બોસ મરાઠી સીઝન 4'માં પોતાના દુ:ખનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ કોઈએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. રાખીની કસુવાવડનો ખુલાસો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીની પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
વિરલે લખ્યું હતું કે, બધાને હસાવનાર રાખીને આપણે હળવાશમાં લઈએ છીએ. દુઃખની વાત એ છે કે આ સમયે તે દુ:ખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. માતાના સ્વાસ્થ્ય મુદ્દે અને અંગત જીવન વચ્ચે ખરાબ સમાચાર આવ્યા છે.
રાખીએ પોતે જ કસુવાવડના સમાચારની પુષ્ટિ કરી
વિરલ ભાયાણી સાથેની વાતચીતમાં રાખી સાવંતે પોતાની કસુવાવડનો ખુલાસો કર્યો છે. પ્રેગ્નેન્સીના સવાલ પર રાખીએ કહ્યું કે, 'હા ભાઈ હું પ્રેગનન્ટ હતી અને મેં બિગ બોસ મરાઠી શોમાં પણ તેની જાહેરાત કરી હતી, પરંતુ બધાને લાગ્યું કે આ મજાક છે અને કોઈએ તેને ગંભીરતાથી નથી લીધી. રાખીએ એમ પણ કહ્યું હતું કે તેને કસુવાવડ થઈ ગઈ છે. રાખીએ ફોન પર તેની સાથે બનેલી દર્દનાક ઘટના વિશે પુષ્ટિ આપી હતી.
રાખી સાવંત પર તૂટ્યો દુ:ખનો પહાડ
રાખી સાવંતે ઘણા ઇન્ટરવ્યુમાં તેની ગર્ભાવસ્થા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને એવું લાગતું હતું કે રાખીએ ગર્ભાવસ્થાને કારણે લગ્નની જાહેરાત કરી હતી, પરંતુ રાખીના આ ખુલાસાએ ફરી એકવાર બધાને વિચારમાં મૂકી દીધા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર