રણવીરનાં કપડાં ઉતારવાં પાછળ રાખી સાવંતે આપ્યું કારણ
Rakhi Sawant on Ranveer Singh: હાલમાં જ ન્યૂડ ફોટોશૂટને કરાણે ચર્ચામાં આવેલાં રણવીર સિંહે કપડાં ઉતારવાની જરૂર કેમ પડી છે. આ વાત રાખી સાવંતે મીડિયાને જણાવી છે. જેને સાંભળીને તમે પેટ પકડીને હસી પડશો તે વાત નક્કી છે.
Rakhi Sawant on Ranveer Singh Nude Photos: આ વાત તો હવે સૌ કોઇ જાણે છે કે રણવીર સિંહે હાલમાં જ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે અને તે ચર્ચામાં છે. જ્યારથી રણવીરે આ ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેને ખુબજ નેગેટિવ કમેન્ટ્સ મળી રહી છે. ઘણાં લોકો રણવીર સિંહને ન્યૂડ થવાનું કારણ પુછી રહ્યાં છે. રાખી સાવંતે રણવીર સિંહનાં ન્યૂડ થવાનું કારણ જણાવ્યું છે. જે સાંભળીને તમે પેટ પકડીને હસવાં માટે મજબૂર થઇ જશો.
રાખી સીવંતે પેપરાઝીને રણવીર સિંહનાં ન્યૂડ ફોટો અંગે સવાલ કર્યો છે. તેનાં જવાબમાં પહેલાં તો રાખી ગુસ્સે થઇ ગઇ. રણવીરે કોઇ ન્યૂડ ફોટો નથી ખેંચાવી. ન્યૂડ તો લોકોની આંખો છે. તે મારો મિત્ર છે. ગરમી એટલી છે અને તેનું એસી ચાલું કરીને નહાવા ગયો હતો અને તેનાં કપડાં એક વાંદરો તેનાં કપડાં લઇ ગયો હતો. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો છવાઇ ગયો છે. અને રાખી સાવંતની આ મસ્તી વાયરલ થઇ રહી છે.
રાખીનાં વીડિયો પર કમેન્ટ્સની ભરમાર રાખી સાંવતે રણવીરનાં સપોર્ટમાં કહેલી વાતોનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ ગયો છે. આ વીડિયો પર લોકોએ લખ્યું છે.. 'શું સ્ટોરી બનાવી છે..' અન્ય એકે લખ્યું છે, 'યે ભી ઠીક હૈ બહેન'.. તો અન્ય એક લખે છે 'કહા સે લાતે હો યે ટેલેન્ટ'
રાખી સાવંતને રણવીર સિંહે કરી ફોલો રાખી સાવંતનાં આ વીડિયો બાદ રણવીર સિંહે તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી છે અને સાથે જ તેને મેસેજ પણ કર્યો છે. અને આઇ લવ યૂ પણ કહ્યું છે.
રણવીરનું ન્યૂડ ફોટોશૂટ તમને જણાવી દઈએ કે રણવીર સિંહે હાલમાં જ એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે સંપૂર્ણપણે નગ્ન છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાકો થયો હતો. લોકો દરેક પ્રકારની વાતો કરવા લાગ્યા અને ફેન્સની તસવીરો પર જબરદસ્ત કોમેન્ટ્સ આવવા લાગી. સાથે જ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીરે ઘણી ચોંકાવનારી વાતો પણ કહી. તેમના મતે, તે 1000 લોકોની સામે કપડાં ઉતારી શકે છે પરંતુ તેનાથી અન્ય લોકો અસ્વસ્થ થશે. તેમના માટે નગ્ન થવું સામાન્ય બાબત છે. જે બાદ રણવીર સિંહના નિવેદનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર