રડતા વીડિયો મુકનારી રાખી સાવંતે ફેમિલી પ્લાનિંગ અંગે વાત કરી

ડ્રામા ક્વિન રાખી સાવંત

બોલિવૂડ (Bollywood) ડ્રામા ક્વિન રાખી સાવંતે (Rakhi Sawant) તેનાં ફેમિલી પ્લાનિંગ અંગે વાત કરી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) ડ્રામા ક્વિન રાખી સાવંતે (Rakhi Sawant) થોડા મહિના પહેલાં જ ગુપચુપ રિતેશ નામનાં NRI સાથે લગ્ન કર્યા હતાં જોકે હજુ સુધી રાખીએ તેનાં પતિથી કોઇને મલાવ્યો નથી. તે હવે જાહેરમાં ચૂડા, બિંદી અને સિંદૂરમાં જ નજર આવે છે. હાલમાં જ રાખી એક ઇવેન્ટમાં આવી હતી જ્યાં તેણે ફેમિલી પ્લાનિંગ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું 2020 સુધીમાં બાળક પ્લાન કરીશ. રિતેશ બાળક સાથે જ સૌની સામે આવશે.'

  આ સમયે રાખીએ રિતેશનાં પરિવાર અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'મારા સાસુ-સસરા ઘણાં જ સિમ્પલ, સ્વિટ અને કૅરિંગ છે. તે કોઇપણ વાત અંગે વધુ વિચારતા નથી. રિતેશને બે બહેનો છે. એક નાની અને એક મોટી.' રાખી કહે છે કે, હું મારા પતિની સાથે બિગ બોસ 13માં જઇશ. ત્યાં સૌને તેની સાથે પરિચય કરાવીશ.

  ડર છે પતિને કોઇની નજર ના લાગી જાય- રાખી સાવંતને પતિને લઇને શું ડર છે તે પણ જણાવ્યું. રાખી કહે છે કે, 'હું મારા પતિને ખુબજ પ્રેમ કરું છું. રિતેશ ખુબજ સ્માર્ટ અને હેન્ડસમ છે. તે મારા દિલનો ટુકડો છે. મને ડર છે કે ક્યાંક તેને કોઇની નજર ના લાગી જાય. આજ કારણે મે મારા પતિને સૌથી છુપાવીને રાખ્યો છે. હું નથી ઇચ્છતી કે તેની તસવીર દુનીયાની સામે આવે. તે એક બિઝનેસમેન છે.'

  રાખી સાવંતે પાઠવી PM મોદીને જન્મ દિવસની શુભકામના- રાખી સાવંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવતો વીડિયો શેર કર્યો છે સાથે જ તેનાં પતિ રિતેશ પાસે ડોલર અને પાઉન્ડ માંગ્યા છે જેથી તે PM મોદીને ઓડી કાર ગિફ્ટમાં આપી શકે.
  View this post on Instagram

  Happy birthday to Narendrmodi ji#narendramodi🙏 #pmnarendramodi#amitshahofficial #amitshahofficials


  A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


  બિગ બોસ-13માં જશે પતિ સાથે- હાલમાંજ રાખીએ તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં રાખી કહે છે કે તે, બિગ બોસ 13માં તેનાં પિતની સાથે જશે.

  રાખીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો. તે આ દિવસોમાં તેનાં મ્યૂઝિક આલ્બમ છપ્પન છુરીને લઇને ચર્ચામાં છે. રાખીનું આ ગીત રિલીઝ થઇ ગયુ છે. અને દર્શકોને પસંદ પણ આવી રહ્યું છે.
  Published by:Margi Pandya
  First published: