રાખીએ વીડિયો શેર કરીને કર્યો ડિલીટ, નણંદે કરી હતી દીપક કલાલની ધોલાઇ

રાખી સાવંતે પોતે આ વીડિયો શેર કર્યો છે અને વીડિયોમાં જે યુવતી દેખાય છે તેને પોતાની નણંદ ગણાવી છે. જોકે, સત્ય કોઇને ખબર નથી.

News18 Gujarati
Updated: August 26, 2019, 2:04 PM IST
રાખીએ વીડિયો શેર કરીને કર્યો ડિલીટ, નણંદે કરી હતી દીપક કલાલની ધોલાઇ
રાખી સાવંતે પોતે આ વીડિયો શેર કર્યો છે અને વીડિયોમાં જે યુવતી દેખાય છે તેને પોતાની નણંદ ગણાવી છે. જોકે, સત્ય કોઇને ખબર નથી.
News18 Gujarati
Updated: August 26, 2019, 2:04 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક :  રાખી સાવંત તેનાં લગ્ન બાદ ચર્ચામાં છે. પહેલાં લગ્નની તસવીરો અને પછી દીપક કલાલને ધમકીને કારણે તે ચર્ચામાં છે. એજ દીપક કલાલ જેની સાથે રાખીએ લગ્નની જાહેરાત કરી હતી. તેણે રાખીનાં પતિ માટે અપશબ્દ કહ્યાં હતાં. તે બાદ રાખી પણ જડબાતોડ જવાબ આપ્યો હતો જોકે આ મામલો અહીં જ પતતો નથી.

રાખીની નણંદ એટલે કે તેનાં પતિ રિતેશની બહેનને એટલાં ગુસ્સામાં હતી કે જઇને દીપક કલાલની ધોલાઇ કરી દીધી. આ ઘટનાનો વીડિયો રાખી સાવંતે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રાખીએ વીડિયો શેર કરતાં લખ્યું કે, 'મારા પતિની
બહેનને કરી દીપક કલાલની ધોલાઇ.'

આ વીડિયો પહેલાં રાખી સાવંતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો અને બાદમાં તેને ડિલીટ કરી દીધો છે.

જોકે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલાં આ વીડિયો પર કેટલાંક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યાં છે. રિતુ પાંડેએ લખ્યું છે કે, 'બધા જ એક્ટિંગ કરી રહ્યાં છે. તે પણ ઓવર એક્ટિંગ.' વિરાજ લખે છે, 'બેન ચલો તારા વિશે તો સૌ કોઇ જાણે છે પણ તારો પતિ અને તેની બહેન પણ આવી જ છે. ભગવાને બધા એલિયન્સને સાથે જમા કરી દીધા. આપ બધા કયા પ્લેનેટથી આવો છો.'

Loading... 
View this post on Instagram
 

Mere Husband ki Sistar ne deepak ki pitai dhunai ki 😂😂😂😂👌👌👌


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


અંકિત અનેજા લખે છે કે, 'દીપક કલાલ અને રાખી સાવંત મળેલા છે. તેઓ જાણીજોઇને આ બધુ પબ્લિસિટી સ્ટંટ માટે કરે છે.'

તો રાખીને ફેન પ્રાચી લખે છે કે, 'રાખી મેમની કોઇ જ ભૂલ નથી. ખોટા તે લોકો છે જે ફાલતૂ કમેન્ટ કરે છે. જો આ બધુ પબ્લિસિટી માટે છે તો આપ લોકો ખોટી કમેન્ટ કરીને કોન્ટ્રોવર્સીને કેમ વધારી રહ્યાં છો.'
First published: August 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...