રાખી સાવંતે સેક્સી ફોટોઝ શેર કરી લખ્યું- ‘મારા વિદેશી મિત્રો અને હોલિવુડ સ્ટાર્સ સાથે’

Photo- Rakhi Sawant/Instagram

રાખી સાવંતે (Rakhi Sawant Instagram) ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં તે પોતાની વિદેશી બહેનપણીઓ અને હોલિવુડ કલાકારો સાથે જોવા મળે છે. રાખી તેમની સાથે વિદેશી રંગે રંગાઈ ગઈ છે.

  • Share this:
    બોલિવુડની ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ (Rakhi Sawant Instagram) અકાઉન્ટ પર કેટલાંક નવા ફોટો શેર કર્યા છે જેમાં તે અલગ જ અંદાજમાં જોવા મળી છે. રાખીએ (Rakhi Sawant) આ ફોટો શેર કરીને જણાવ્યું છે કે તે પોતાની વિદેશી બહેનપણીઓ અને હોલિવુડ સ્ટાર્સ સાથે છે.

    આ ફોટોમાં રાખી પોતાના વિદેશી (Rakhi Sawant Bold Photos) મિત્રોના રંગે રંગાયેલી જોવા મળે છે. તેનો લુક અને સ્ટાઈલ પણ પોતાના મિત્રોથી મળતો આવે છે. ગોલ્ડન કલરનો વેસ્ટર્ન ડ્રેસ અને ગોલ્ડન વાળ તેને કોઈ વિદેશી યુવતી જેવો લુક આપે છે.

    આ પણ વાચો-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઇ દાખલ

    જોકે, રાખીએ આ ફોટો શેર કરીને એ નથી જણાવ્યું કે આ કઈ ઇવેન્ટની તસ્વીરો છે. આ ફોટોઝમાં બધા ગ્લેમરસ લુકમાં છે. તેમના પોઝ અને એક્શન પણ કોઈ હોલિવુડ ઇવેન્ટ જેવા લાગે છે.

    આ પણ વાંચો-કેટરિના કૈફની હમશક્લ એલીના રાય સોશિયલ મીડિયા પર છવાઇ, જુઓ તેનાં PHOTOS

    આ પહેલાં પણ રાખી સાવંતે બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ ફોટો પોસ્ટ કરીને પોતે જ લખ્યું હતું કે- ‘હોટ’




    Bigg Boss 14માં દર્શકોનું ભરપૂર મનોરંજન કરનારી રાખી સાવંત Bigg Boss 15ને લઈને પણ ચર્ચામાં છે. એવું કહેવાય છે કે તે બિગ બોસ 15માં પોતાના પતિ રિતેશ સાથે એન્ટ્રી કરશે. તેણે મીડિયાને એવું પણ જણાવ્યું હતું કે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે.

    રાખીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે મારો હસબન્ડ બિગ બોસના ઘરમાં જાય. તેણે વિચારવું જોઈએ કે તેણે મારી સાથે લગ્ન કર્યા છે. તેની સાથે હું પણ બિગ બોસમાં જવા માગું છું. હું ઈચ્છું છું કે સલમાન ખાન અને બિગ બોસ તેને સરખો પાઠ ભણાવે. તેને ખબર પડવી જોઈએ કે લગ્ન બાદ કોઈ કઈ રીતે પોતાની પત્નીનો સાથ નથી છોડતું.’

    આ પણ વાંચો-Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ

    રાખી અવારનવાર ફની વિડિયોઝ અને ફોટોઝને કારણે પણ ચર્ચામાં રહે છે. ભગવાનમાં અત્યંત માનનારી રાખી સુવાક્યો, ચાહકોએ એડીટ કરેલા ફોટોઝ કે પછી તેના વિશેના સમાચારો સહિત બધું જ શેર કરતી રહે છે. એટલું જ નહીં, પીએમ હોય કે કોઈ કલાકાર, દરેકને બર્થડે વિશ પણ કરે છે. તાજેતરમાં રાખી સાવંતે રણબીર કપૂરના બર્થડે પર અભિનેતાનો ફોટો મૂકીને લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે ટુ યુ સ્વીટહાર્ટ ફ્રેન્ડ રણબીર કપૂર.’

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: