મને અંદર બોલાવી દરવાજો બંધ કરી દેતા ડિરેક્ટર, ઍક્ટ્રેસનો ચોકાવનારો ખુલાસો

News18 Gujarati
Updated: November 28, 2019, 5:34 PM IST
મને અંદર બોલાવી દરવાજો બંધ કરી દેતા ડિરેક્ટર, ઍક્ટ્રેસનો ચોકાવનારો ખુલાસો
ગીરીબીમાં દિવસો ગુજારી ચુકેલી આ ઍક્ટ્રેસ અને ડાન્સરે તેનાં જુના દિવસો યાદ કરતાં ચોકાવનારી વાત જણાવી

ગીરીબીમાં દિવસો ગુજારી ચુકેલી આ ઍક્ટ્રેસ અને ડાન્સરે તેનાં જુના દિવસો યાદ કરતાં ચોકાવનારી વાત જણાવી

  • Share this:
મુંબઇ: બૉલિવૂડમાં અવાર નવાર કાસ્ટિંગ કાઉચને લઇને ચોકાવનારા ખુલાસા સામે આવે છે. હાલમાં જ બૉલિવૂડની એક જાણીતી ઍક્ટ્રેસ અને ડાન્સરે પણ પોતાની સાથે થયેલી ભયાનક ઘટના અંગે ખુલાસો કર્યો છે. તેણે તેનાં શરૂઆતનાં દિવસોનો કિસ્સો શૅર કરતાં કહ્યુંહ તું કે, કેવી રીતે તેને ડિરેક્ટર્સ બોલાવતા અને દરવાજો બંધ કરી લેતા. આ વાત કકરનારી અન્ય કોઇ નહીં પણ પોતાનાં નિવેદનો અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેનારી રાખી સાવંત (Rakhi Sawant) છે. તેણે તેની સાથે થયેલી ઘણી ઘટનાઓ અંગે વાત કરી છે.

રાખીએ હાલમાં જ તેનો 41મો જન્મ દિવસ ઉજવ્યો હતો. વેબસાઇટ કોઇમોઇની રિપોર્ટ મુજબ, રાખીએ જણાવ્યું કે, તેને ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ગંદા ઇરાદાથી કોલ કરતાં હતાં. રાખીએ કહ્યું કે, 'હું અહીં આવી અને મે બધુ જ મારા દમ પર હાંસેલ કર્યું છે. મારું નામ પહેલાં નીરુ ભેડાં હતું. જ્યારે ઑડિશન માટે જતી તો ડિરેક્ટર-પ્રોડ્યુસર મારું 'ટેલેન્ટ' જોવા મને બોલાવતા હતાં. મને ત્યારે માલૂમ ન હતું કે તે કયા ટેલેન્ટની વાત કરી રહ્યાં છે. '

રાખીએ વધુમાં કહ્યું કે, 'જ્યારે હું મારી તસવીરો લઇને જતી તો મને બોલાવીને અંદરથી દરવાજો બંધ કરી દેતા હતાં. હું મુશ્કેલથી ત્યાંથી ભાગી નીકળતી.' રાખીએ ગરીબીમાં દિવસો પસાર કર્યાની પણ વાત જણાવી. તેણે કહ્યું કે, 'મારી મા હોસ્પિટલમાં કચરો ઉઠાવવાનું કામ કરતી હતી. ત્યારે અમારી પાસે ખાવા માટે પણ પૈસા ન હતાં. અમે લોકોનું વધેલું જમવાનું ખાતા હતાં.'

આપને જણાવી દઇએ કે, રાખી સાવંત ગત ઘણાં દિવસોથી તેનાં લગ્નને લઇને ચર્ચામાં છે. તેણે 28 જુલાઇનાં રોજ મુંબઇની જેડબ્લ્યૂ મેરિએટમાં લગ્ન કર્યા અને પોતાનાં દુલ્હન અવતારની તસવીરો પણ શૅર કરી છે. જોકે તેણે તેનાં પતિની કોઇપણ તસવીર શૅર કરી નથી. તેનું કહેવું છે કે, તેનાં પતિને મીડિયા અને કેમેરાની સામે આવવું પસંદ નથી.
First published: November 28, 2019, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading