Home /News /entertainment /Rakhi Sawant: લગ્ન તૂટવાની અટકળો વચ્ચે આદિલ સાથે રોમેન્ટીક થઈ રાખી સાવંત, બેડરૂમનો વિડીયો શેર કર્યો તો ભડક્યા લોકો

Rakhi Sawant: લગ્ન તૂટવાની અટકળો વચ્ચે આદિલ સાથે રોમેન્ટીક થઈ રાખી સાવંત, બેડરૂમનો વિડીયો શેર કર્યો તો ભડક્યા લોકો

રાખી સાવંત વિડીયો

Rakhi sawant video: રાખી સાવંતે દાવો કર્યો છે કે, તેમણે પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા છે. આદિલ ખાન દુર્રાનીએ રાખી સાવંત સાથે લગ્નને માનવાની ના પાડી દીધી છે. ત્યારે હવે રાખી સાવંતના નવા વિડીયોને કારણે ફેન્સ ફરી એકવાર મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

વધુ જુઓ ...
ડ્રામા ક્વીન રાખી સાવંતના બીજા લગ્ન લોકો માટે પહેલી બની ગયા છે. રાખી સાવંતે દાવો કર્યો છે કે, તેમણે પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા છે. આદિલ ખાન દુર્રાનીએ રાખી સાવંત સાથે લગ્નને માનવાની ના પાડી દીધી છે. રાખી મીડિયા સામે રડતી જોવા મળી હતી. રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે. રાખી સાવંતના નવા વિડીયોને કારણે ફેન્સ ફરી એકવાર મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

રાખી સાવંતનો વિડીયો જોઈને લોકો મૂંઝવણમાં મુકાયા

આદિલ ખાન દુર્રાનીએ રાખી સાવંત સાથે લગ્ન કરવાની વાતને નકારી દીધી છે. રાખી સાવંત ત્યારથી રડી રહી છે. થોડા દિવસ પહેલા રાખી સાવંત મિડીયા સામે રડી રહી હતી. આદિલ ખાન દુર્રાનીએ લગ્ન માટેની ના પાડતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, ‘મારા નસીબમાં આટલું દુ:ખ શા માટે છે? હું કંઈ ખાઈ શકતી નથી, ઊંઘ પણ નથી આવતી અને કંઈ કરવાની ઈચ્છા થતી નથી.’

આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથે રોમાન્ટીક વિડીયો અને ફોટોઝ શેર કર્યા છે. વિડીયોમાં રાખી સાવંત આદિલ ખાન દુર્રાની સાથે કોઝી જોવા મળી રહી છે. બંને એકબીજાને કિસ કરી રહ્યા છે. આદિલ ખાન દુર્રાની સાથે રાખી સાવંતનો રોમાન્ટીક વિડીયો જોઈને ફેન્સ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. યૂઝર્સ સમજી નથી શકતા આખરે શું થઈ રહ્યું છે?






રાખી માટે ફેન્સનો આક્રોશ

અનેક યૂઝર્સ રાખી સાવંતને ટ્રોલ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે કેસ ‘ક્યારેક હસી રહી છે, ક્યારેક રોઈ રહી છે, આખરે શું થઈ રહ્યું છે.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, આ બધો ફાલતુનો ડ્રામા છે, અનેક લોકો આ બાબતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: હવે Rakhi Sawant બની બેગમ ફાતિમા! રડતાં રડતાં કહી દીધી આ મોટી વાત



રાખી સાવંતની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા તેમણે લગ્નના ફોટોઝ શેર કરીને લોકોને અચંબામાં મુકી દીધા હતા. રાખી સાવંતે દાવો કર્યો છે કે, તેમણે 7 મહિના પહેલા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. રાખી જણાવી રહી છે કે, આદિલે તેનું નામ બદલીને ફાતિમા રાખી દીધું હતું. આદિલે લગ્નની વાતને નકારી દીધી છે. આ કારણોસર રાખી સાવંત રડતી જોવા મળી હતી. રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની પર આરોપ મુક્યો હતો અને હવે આદિલ ખાન સાથે રોમેન્ટીક વિડીયો શેર કરતા યૂઝર્સ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.
Published by:Damini Patel
First published:

Tags: Entertainment, Rakhi sawant, Rakhi Sawant News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन